નવસારી: અડદા ગામમાં કારમાં આગળના ભાગે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થતા ધુમાડો ઊઠયો હતો. જેને લઈને ચાલક કારમાંથી નીચે ઉતરી ગયો હતો. નવસારી ફાયર વિભાગને જાણ થતા લશ્કરોએ આવી કારમાં લાગેલી આગને બુઝાવી દીધી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ મહુવા તાલુકાના ભગવાનપુરામાં રહેતા અને હાલ નવસારી પરમેશ ડાયમંડમાં રત્નકલાકાર તરીકે કામ કરતા સંજયભાઈ નાયકાએ પોતાના ઘર વપરાશ માટે કાર (નં. GJ-19-AM-7639) લીધી હતી. કારમાં ખરાબી આવતા નવસારીના અડદા ગામમાં કાર રિપેરીંગ માટે આપી હતી. બપોર બાદ કાર ટેસ્ટિંગ માટે ગેરેજનો કર્મચારી ગણદેવી રોડ પર ગયો હતો.

અડદા ગામની સીમમાં કાર ચલાવતા અચાનક આગળના ભાગે શોર્ટ સર્કિટ થતા ધુમાડો ઊઠયો હતો અને ધુમાડો ઉઠતા કારમાંથી બેસેલો યુવાન ઉતરી ગયો અને નવસારી ફાયર બ્રિગેડની જાણ કરતા ફાયર વિભાગના નંદલાલ ટંડેલ, જીગ્નેશ પટેલ, પ્રતીક ટંડેલ અને વિશાલ પટેલ ફાયર ફાયટર સાથે આવ્યા અને આગને કાબૂમાં લીધી હતી.જોકે લાશ્કરો આવે તે પહેલાં જ આગમાં કારનો મોટા ભાગ બળી ગયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસમાં જાણવા જોગ ફરિયાદ આપી હોવાની માહિતી સાંપડી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here