અંકલેશ્વર: અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી નજીક આવેલી ભવાની મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે. બે તસ્કરોએ રાત્રિ દરમિયાન દુકાનનું પતરું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.તસ્કરોએ જુદી જુદી કંપનીના કુલ 12 મોબાઈલ ફોન ચોરી કર્યા હતા.
Decision news ને મળતી માહિતી અનુસાર ચોરી થયેલા મોબાઈલની કુલ કિંમત રૂપિયા 66,587 છે. દુકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા ડોગ સ્કવોર્ડની મદદ લીધી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, જેમાં બે તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ દેખાય છે. પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

