અંકલેશ્વર: અંકલેશ્વરમાં નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલા અંબાગીરી આશ્રમમાં લૂંટ કરનાર ચાર આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. આશ્રમમાં સેવક તરીકે વિજય તિવારી અને તેમના મોટા ભાઈ અજય તિવારી રહે છે.

થોડા દિવસ પહેલા વિજય તિવારીએ અંદાડા ગામના કાલુને આશ્રમ નજીક લાકડા કાપતા અટકાવ્યો હતો. આ વાતની અદાવત રાખીને કાલુ, સોનુ, ગોલુ અને એક અન્ય શખ્સ 7 જૂનની રાત્રે આશ્રમમાં આવ્યા હતા.આરોપીઓએ વિજય તિવારીને માર મારીને ચપ્પુની અણીએ તેમની પાસેથી સોનાની વીંટી અને માતાજીએ સાચવવા આપેલા 30 હજાર રૂપિયાની લૂંટ કરી હતી.

તેમજ અજય તિવારી પર પણ હુમલો કર્યો હતો.પોલીસે ગડખોલ પાટિયા પાસેના મેઘના એપાર્ટમેન્ટમાં રહેતા મન ઉર્ફે ગોલું તુકારામ વેરેકર, દિપક ઉર્ફે કાલુ રાજુ શાહ, સાગર દશરથ તાબે અને સુમિત રમેશ વસાવાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.