ભરૂચ: ગતરોજ ભરૂચમાં આદિવાસી સંમેલનમાં જાહેર મંચ પરથી સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસ આદિવાસીઓને હેરાન કરે છે આદિવાસીઓને છંછેડશો નહી તેમને પણ શાંતિથી જીવવા દો.

Decision news ને મળેલી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ આદિવાસી સંમેલન પોલીસ પર આક્ષેપ કર્યા છે, તેમનું કહેવું છે કે મને ઘણી ફરિયાદો મળી છે જેમાં પોલીસની ફરિયાદો વધારે છે, પોલીસ આદિવાસી લોકોને જાણી જોઈને હેરાન કરે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, હું જાહેરમંચ પરથી કહુ છુ કે આદિવાસીઓને છંછેડશો નહી તેમને તેમની રીતે રહેવા દો.

વધુમાં સાંસદે કહ્યું કે આદિવાસી સરપંચોને હેરાન કરવામાં આવી છે અને ગામમાં કોઈ આદિવાસી સરપંચ હોય છે તેને કોઈ પણ રીતે હેરાનગતી કરવામાં આવે છે અને વધુમાં મહત્વની વાત સાસંદે એ પણ કરી કે વિધર્મી યુવકો આદિવાસી યુવતીઓની છેડતી કરે છે અને જયારે છેડતી કરવામાં આવે છે ત્યારે કોઈ પણ હિંદુ સંગઠન આદિવાસીને મદદ કરવા માટે બહાર આવતુ નથી, સત્તામાં બેઠેલા લોકો આદિવાસી સમાજનો ભીડ ભેગી કરવા માટે ઉપયોગ કરે છે.