સુરત: 4 જૂન ના રોજ ટોબેકો દિવસ ઉજવવામાં આવે છે જેમાં જનતાને તબેકો વિશે જાણકારી આપી તેના થી સાવચેત રહી પોતાની સાથે પરિવારને સુખી રાખવા બાબતે માર્ગદર્શન આપવામાં આવે છે જેથી ગત રોજ વિશ્વ ટોબેકો દિવસ નિમિતે સુરતના પલસાણ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગંગાધરાના રેલવે સ્ટેશન ઉપર યોજાયો.

Decision news ને મળેલી માહિતી મુજબ લોક જાગૃતિ માટે યોજાયેલા ટોબેકો IEC બાબતે ટ્રેનના મુસાફરોને ટોબેકો બાબતે પેમ્પલેટ વિતરણ કરી જનજાગૃતિ લાવવાનો અનખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ વિતરણ કાર્યક્રમ દરમ્યાન ગંગાધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડૉ. સચિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં સુપરવાઇઝર ધર્મેશ રાઠોડ સહિત MPHW ભાઈઓ, FHW બહેનોની સાથે જ આશા બહેનોએ પણ હાજરી આપી હતી.અને સમાજમાં વ્યસનથી બચી જાગૃતિ લાવવાનું અગ્રિણીય પગલું ભવનમાં આવ્યું .


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here