ગુજરાત: દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં ગતરોજ 5 મે ના રાત્રિએ 07PM થી 9 PM એ ધીમા પવન સાથે ધીમી ધારનો પવન અને મોડી રાત્રિએ 02 AM થી 4 AM ભારે પવન સાથે ધોધમાર વરસાદ થી કેરી, શાકભાજી અને ઉનાળુ ડાંગરના ખેડૂતો અને લગ્ન પ્રસંગો ના પરિવારોમાં ચિંતા વ્યાપી. હવામાન વિભાગની આગાહી મુજબ અતિશય પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો છે.
બપોરના સમયે આક્રા તાપ બાદ સાંજે પવનો ફૂકાયા હતા. આ પવનોએ વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી. શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ અને ભારે પવનોના કારણે આંબાવાડીઓ માંથી કેરી ખરી પડવાની ઘટનાઓ બની છે. આ સ્થિતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અને લગ્નની સિજનો ભરપૂર ચાલી રહી છે અને મે ની 5 તારીખ ના લગ્ન પણ વધારે પ્રમાણમાં હતા ત્યારે દિવસ દરમ્યાન થયેલા લગ્ન શાંતિથી થઈ ગયા હતા પણ રાત્રિ સમય ના લગ્નોના મંડપ પલાળી દેતા લગ્ન પરિવારમાં પણ ચિંતા વ્યાપી હતી
વરસાદી માહોલના કારણે કેરીના પાક ઉપરાંત શાકભાજી અને ડાંગરની કાપણી ને પણ અસર થવાની સંભાવના છે. જોકે, કમોસમી વરસાદના કારણે લોકોને ગરમી માંથી થોડી રાહત મળી છે. હવામાન વિભાગની આગાહી સાચી પડતાં આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

