હરિયાણા: 1991 બેચના હરિયાણા કેડરના ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી અશોક ખેમકા સર તેમની 34 વર્ષની કારકિર્દી દરમિયાન, 57 વખત ટ્રાન્સફર મળવા છતાં તેમના સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણ કારકિર્દી દરમિયાન પ્રતિબદ્ધતા જાળવી રાખી અને એપ્રિલ 2025માં હરિયાણામાં પરિવહન વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયાં.
અશોક ખેમકાની સૌથી વધુ 2004 થી 2014 દરમિયાન 21 વખત બદલી થઈ હતી. ભ્રષ્ટાચાર સામેના તેમના અડગ વલણને કારણે ઘણીવાર રાજકીય અને અમલદારશાહી સંસ્થાઓ સાથે ઘર્ષણ થતું હતું, જેના પરિણામે વારંવાર ટ્રાન્સફર થતા હતા. પડકારો છતાં, ખેમકાએ તેમના સિદ્ધાંતો પ્રત્યે પ્રતિબદ્ધતા જાળવી રાખી.
અશોક ખેમકાની સરેરાશ દર સાત મહિને એક નવી પોસ્ટિંગ ગણી શકાય. ભવદીપ કાંગ અને નમિતા કાલા દ્વારા લખાયેલ “જસ્ટ ટ્રાન્સફર્ડ: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અશોક ખેમકા” નામનું પુસ્તક, 2020 માં પ્રકાશિત થયું હતું, જે ખેમકાની તોફાની સફરનું વર્ણન કરે છે.

