સુરત: સુરતના પાલમાં ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ પુરાણ સેટ કરવા ટેન્કરથી પાણીનો છંટકાવ કરવાના બદલે નજીકની ગટરના ચેમ્બરમાંથી ગંદા પાણીથી ડિ-વોટરિંગ કરતાં કોન્ટ્રાક્ટ કર્મીઓ સામે રોષ ફેલાયો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર જાહેર માર્ગ પર દુર્ગંધ અને ગંદકીથી લોકોને નાક દાબીને પસાર થવાની નોબત પડી હતી. ખુદ કોન્ટ્રાક્ટરો જ ગંદકી કરતાં હોવાની રાવ સાથે કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ હતી. માજી કોર્પોરેટર ઉષા પટેલે સિટી ઇજનેરને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, આ પ્રક્રિયામાં લાપરવાહીને પગલે મળમૂત્ર જાહેરમાં ઠલવાતાં સ્થાનિકો હાલાકીમાં મૂકાઈ રહ્યા છે.

પાલિકાના કોન્ટ્રાક્ટરો જ નિયમોનો ભંગ કરીને ગંદકી ફેલાવતા હોય ત્યારે જાહેર આરોગ્ય સામે જોખમ ઊભું કરવા બદલ કાર્યવાહી કરવા માંગ પણ કરી છે.