નવસારી: નવસારી મહાનગરપાલિકા પ્રજાપતિ આશ્રમથી અંબિકા ચોક સુધી ચાલી રહેલા વરસાદી ગટરના કામોમાં ભંગાણની ઘટના સામે આવી રહી છે. નવસારી શહેરમાં હાલમાં વિકાસના કામો થઈ રહ્યાં છે. જેમાં ગટર લાઇન નાંખવાની કામગીરી થઈ રહી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ ખોદકામ વેળાએ પાણીની લાઈનો તૂટ્યા બાદ, હવે ગટર લાઈનો તૂટવાની ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. નવસારી શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી ગટર લાઈનો નાંખવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય કાળજી લેવામાં ન આવતા અવારનવાર ભૂલો થઈ રહી છે

જેના કારણે પાણીની લાઈનો તૂટી જવાના બનાવો બન્યા હતા. હવે ગટર લાઈનો પણ તૂટવા લાગી છે, જેના કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક લોકોએ આ બાબતે મહાનગરપાલિકામાં ફરિયાદ કરી છે આવા બ્લેક લિસ્ટ થયેલ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની સ્થાનિકોએ માંગ કરી છે.