ભરૂચ: ભરૂચ જિલ્લાના તાલુકા મથક જંબુસરથી દેવલા સુધીનો 22 કિમીનો રસ્તો માત્ર 5 વર્ષમાં જ બિસ્માર બની જતાં વાહનચાલકો હાલાકી ભોગવી રહયાં છે. આ માર્ગને 2020ની સાલમાં જ બનાવવામાં આવ્યો હતો. માત્ર 5 વર્ષમાં જ રસ્તો ખખડધજ બની જવાથી રોજના સેંકડો વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ રસ્તો બનાવતી વેળા યોગ્ય ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરાયો નથી. તેથી કોન્ટ્રાક્ટરે કરેલા ભ્રષ્ટાચાર સામે તપાસ થવી જોઈએ. આ માર્ગ પર દેવલા નાડા ઇસ્લામપુર ટંકારી જેવા વિસ્તારમાં 40થી વધુ મીઠાના અગરો આવેલા છે. આ ઉપરાંત ઓએનજીસીના ખનીજતેલના કૂવાઓ પણ આવેલાં છે.આ રસ્તો બનાવતી વેળા યોગ્ય ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરાયો નથી. તેથી કોન્ટ્રાક્ટરે કરેલા ભ્રષ્ટાચાર સામે તપાસ થવી જોઈએ. આ માર્ગ પર દેવલા નાડા ઇસ્લામપુર ટંકારી જેવા વિસ્તારમાં 40થી વધુ મીઠાના અગરો આવેલા છે. આ ઉપરાંત ઓએનજીસીના ખનીજતેલના કૂવાઓ પણ આવેલાં છે.
મીઠું તેમજ મશીનરી વહન કરવા માટેના ભારદારી વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. રસ્તો ખરાબ હોવાથી નાના વાહનોમાં પંચરો પડી રહયાં છે તેમજ નુકસાન થઇ રહયું છે. વાહનોનો નિભાવ ખર્ચ વધી જતાં લોકોના ખિસ્સા પર ભારણ આવ્યું છે. રસ્તાના રીપેરિંગ માટે ટેન્ડર બહાર પાડી એજન્સી પણ નકકી કરી દેવામાં આવી છે પણ આજદિન સુધી કામગીરી શરૂ થઇ શકી નથી.જંબુસરથી દેવલાનો માર્ગ ભારદારી વાહનોની અવરજવર તથા હલકી ગુણવત્તાના કારણે બિસમાર બની ગયો છે. ઉનાળામાં રસ્તો બનાવી દેવામાં આવે તે જરૂરી છે. આ બાબતે અમે રજૂઆતો કરી છે. જો ચોમાસા પહેલાં રસ્તો નહિ બને તો આંદોલન કરીશું.

