વલસાડ: વલસાડ તાલુકાનાં શંકર તળાવ છરવાડા હદ વિસ્તારમાંથી પસાર થતી બામ ખાડીમાં ખાડીના પાણી મીઠા પાણીમાં દરિયાના ખારા પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં માછલાઓ મૃત હાલત મળી આવી હતી.વલસાડ તાલુકાની અનેક નદી,ખાડીમાં કેમિકલ પાણી છોડવાથી હજારોની સંખ્યા માછલીઓ મરતી હોય છે.

અનેક ઘટના સામે આવતી હોય છે.ત્યારે કેટલીક ઘટનાઓ માં તો માછલીનું મોતનું સાચું કારણ બહાર આવતું નથી અને અંદરો અંદર જ વાતો દબાઈ જતી હોય છે.Decision News ને મળેલી માહિતી અનુસાર વલસાડ તાલુકાના શંકર તળાવ -છરવાડા વિસ્તારમાં ઇલવા ફળીયા નજીક આવેલ બામ ખાડીમાં ગતરોજ ખાડીના મીઠા પાણીમાં દરિયાનું ખારું પાણીમાં મિક્સ થઈ જતા હજારોની સંખ્યામાં નાના મોટા માછલા ખાડીમાં મૃત અવસ્થામાં જોવા મળતા ખાડીના કોઝવે પરથી પસાર થતાં ગ્રામજનોને એક સમયે એવું જ લાગતું હતું કે કેમિકલનું પાણી છોડવાથી માછલાઓનું મોત થયું છે.

પરંતુ ખાડીમાં માછીમારી કરવા આવલા કેટલાક યુવાનોએ જણાવ્યું હતું કે આ માછલીઓ મીઠા પાણીની હોય જેથી ગતરોજ બામ ખાડીમાં દરિયાની ભરતીનું ખારું પાણી મીઠા પાણીમાં આવી જતા હજારોની સંખ્યામાં માછલાઓના મોત થયુ હોવાનું જાણવા મળ્યું છે.