વલસાડ: વલસાડ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જિલ્લાના 6 તાલુકાઓમાં તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. ધરમપુર તાલુકામાં સૌથી વધુ 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે ઉમરગામ તાલુકામાં સૌથી ઓછું 32 ડિગ્રી મહત્તમ તાપમાન છે.

વલસાડ તાલુકામાં 24થી 34 ડિગ્રી, પારડી તાલુકામાં 23થી 34 ડિગ્રી, કપરાડા તાલુકામાં 21થી 36 ડિગ્રી અને વાપી તાલુકામાં 24થી 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને બપોરે 12 થી 5 દરમિયાન બિનજરૂરી કામ માટે બહાર ન નીકળવું.

વહીવટી તંત્રએ લોકોને સુતરાઉ કપડાં પહેરવાની સલાહ આપી છે. ઠંડા પાણી, છાશ, લીંબુ પાણી, લસ્સી અને ORS વાળા પાણીનો વધુ ઉપયોગ કરવા જણાવ્યું છે. પશુપાલકોને પશુ-પક્ષીઓ માટે પાણી અને છાયાની વ્યવસ્થા કરવા પણ અપીલ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here