મહારાષ્ટ્ર: મુંબઈ પર આતંકી હુમલા દરમિયાન આતંકી અજમલ કસાબને જીવતો પકડવા પોતાનો જીવ જોખમમાં મૂકી શહીદ થનારા પોલીસ કર્મચારી તુકારામ ઓંબલેના સન્માનમાં મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. સરકાર સતારા જિલ્લાના મૌજે કેદંબા ગામમાં તેમના માનમાં એક ભવ્ય સ્મારક બનાવવા જઈ રહી છે, જેની માટે 13.46 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા.

આ સ્મારક સતારા જિલ્લાના તેમના વતન ગામ કેદામ્બેમાં બનાવવામાં આવશે, જ્યાં તુકારામ ઓંબલેનો જન્મ થયો હતો. આ સ્મારકના નિર્માણ માટે મહારાષ્ટ્ર સરકારે 13.46 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ મંજૂર થયેલી રકમ 2.70 કરોડ (20%) નો પ્રથમ હપ્તો વહીવટીતંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. તુકારામ ઓંબલે એ જ પોલીસ અધિકારી હતા જેમણે અજમલ કસાબને જીવતો પકડ્યો હતો.

તુકારામને છાતીમાં 23 ગોળીઓ વાગી હતી. બહાદુરી બતાવતા, તુકારામે કસાબ અને ઇસ્માઇલ ખાનને ગિરગાંવ ચોપાટી પાસે રોક્યા. તુકારામે કસાબની રાઈફલ એટલી મજબૂતીથી પકડી રાખી હતી કે તે તેને ફેરવી પણ ન શક્યો. આ જ કારણ હતું કે અન્ય પોલીસકર્મીઓના જીવ બચાવી શકાયા અને કસાબને જીવતો પકડી શકાયો. તે દરમિયાન કસાબે તુકારામ પર 23 ગોળીઓ ચલાવી હતી, પરંતુ તેમ છતાં તેણે પોતાની બંદૂકને હલવા દીધી ન હતી. આ હુમલામાં તે શહીદ થયા હતા.

હુમલામાં મહારાષ્ટ્ર પોલીસના જોઈન્ટ કમિશનર હેમંત કરકરે એડિશનલ પોલીસ કમિશનર અશોક કામટે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ ઈન્સ્પેક્ટર વિજય સાલસકર, સિનિયર ઈન્સ્પેક્ટર શશાંક શિંદે, એનએસજી કમાન્ડો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન, એનએસજી કમાન્ડો હવાલદાર ગજેન્દ્ર સિંહ બિષ્ટ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના ત્રણ રેલવે અધિકારીઓ શહીદ થયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here