દિલ્લી: દેશના યશસ્વી વડાપ્રધાન વિકાસપુરૂષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે દિલ્હી ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને એમના પત્ની શ્રીમતી સુપ્રિયા પટેલ. પુત્ર યુગમ પટેલ પુત્રી શ્રીજા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ વડાપ્રધાનશ્રી સાથે મુલાકાત દરમ્યાન સાંસદશ્રી ની દીકરી શ્રીજાને વડાપ્રધાનશ્રી એ ખૂબજ વહાલ કરી આશીર્વાદ આપી ઉજવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સાંસદ તરીકે એમના એક વર્ષના સમયગાળા માં કરવામાં આવેલ સમગ્ર કામગીરી નો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા આદરણીય વડાપ્રધાનશ્રી એમની કામગીરીની ખુબજ પ્રશંશા કરી પ્રોત્સાહિત કર્યા હતા
તેમજ આવનારા દિવસોમાં એમના મત વિસ્તારના વિવિધ વિકાસકાર્યો અંગે ઝીણવટભરી ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતુંઆ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્રારા સાંસદશ્રી ધવલભાઈ પટેલની વ્હાલી દીકરી શ્રીજીને ખુબજ વ્હાલ કર્યો હતો. દિકરી ને સ્નેહથી વાતો કરી હતી.

