આહવા: આહવાના પિપલ્યામાળ ગામે ઈંટના ભઠ્ઠા ચાલી રહ્યા છે ત્યારે આ ઈંટના ભઠ્ઠા જે સ્થળ પર ચાલી રહ્યા છે તે સ્થળ સ્થિતિની ચકાસણી કરી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે 70 વર્ષીય વૃદ્ધ મહિલાએ જિલ્લા કલેકટર તથા પ્રાંત અધિકારીને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આહવાના પિપલ્યામાળ ગામે રહેતી સુરીબેન ધનસિંગભાઈ પવારની માલિકીની જમીન પિપલ્યામાળ ગામે આવી છે. આ જમીન ઘર બનાવાના આશયથી આપી હતી પરંતુ રાકેશભાઇ સિંહોરાએ ઈંટ બનાવવા સોંપી હતી. રાકેશભાઇ દ્વારા આ જમીનમાં ઈંટ પાડવામાં આવી રહી છે. હાલમાં રાકેશભાઈએ આ વૃદ્ધ મહિલાને તેમની જમીનનો કબજો પરત ન કરી બળજબરીપૂર્વક કબજો કર્યો છે. આ અંગે કહેવા જાય તો રાકેશભાઈ વૃદ્ધાને ધાક ધમકીઓ આપે છે. વૃદ્ધાની માલિકીની જમીનમાં ગેરકાયદે દબાણ કર્યું આ વૃદ્ધ મહિલા અભણ અને અજ્ઞાન હોય તેનો ગેરલાભલઈને રાકેશભાઈએ જમીનમાં કબજો કર્યો છે. જમીન પર આવેલા કુદરતી વૃક્ષ પણ તોડીને ઇંટના ભઠ્ઠામાં તેનો ઉપયોગ કોલસા તરીકે કરવામાં આવી રહ્યો છે તેમજ ડેમમાંથી પાણી ખેંચીને તેનો ઉપયોગ ઇંટના ભઠ્ઠામાં કરાઇ રહ્યો છે.

વધુમાં રાકેશભાઈને કહેવા જાય તો અમો કોઈના બાપ થી ડરતા નથી, તમે કોઈપણ જગ્યાએ જાઓ અમારું કોઈ કાંઈ બગાડી લેવાનું નથી અમારી પહોંચ ઉપર સુધી છે. એવી ધમકી આપતા હોય છે. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સૂરીબેને જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.