અંકલેશ્વર: અંકલેશ્વરમાં પોલીસે વ્યાપક ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. પ્રતિન ચોકડી સહિતના વિસ્તારોમાં પોલીસે ખાસ કરીને હેલ્મેટ વગર ફરતા બાઇક ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી.ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર રાજ્યના પોલીસ વડાએ તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટ ફરજિયાત કર્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર નિયમનું પાલન કરાવવા માટે પોલીસે વિશેષ ડ્રાઈવ યોજી હતી. હેલ્મેટ વગર ફરતા દરેક બાઇક ચાલકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી હતી.પોલીસની આ કાર્યવાહીથી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો હતો.
હેલ્મેટ ન પહેરવાથી અકસ્માત સમયે મૃત્યુનું જોખમ વધી જતું હોવાથી હાઇકોર્ટ અને પોલીસ વડાએ આ નિર્ણય લીધો છે. પોલીસે હેલ્મેટ ઉપરાંત અન્ય ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે પણ દંડાત્મક કાર્યવાહી કરી હતી.

