પારડી: પારડીના સોંઢલવાડા ગામે ચિકન લેવા ગયેલી મહિલાને બાઈક ચાલકે અડફેટેમાં લેતા ગંભીર રીતે ઘવાઇ હતી જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પારડી તાલુકાના સોંઢલવાડા ગામે મંદિર ફળીયામાં રહેતા 60 વર્ષીય લક્ષ્મીબેન ભાણાભાઈ નાયકા.

Decision News ને મળેલી માહિતી અનુસાર મંગળવારે સાંજે સોંઢલવાડા બસ સ્ટોપ પાસે વાઘછીપા જતા રોડ પર ચિકન શોપ પર ચિકન લેવા ગયા હતા ત્યારે બાઈક નં GJ-15-DJ-9917ના ચાલકે આ વૃધ્ધાને અડફેટે લઇ ભાગી ગયો હતો. આકસ્માતમાં વૃદ્ધાને માથા અને હાથમાં ગંભીર ઈજાઓ થતા 108માં વલસાડ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર દરમ્યાન રાત્રે 10:45 વાગ્યે લક્ષ્મીબેનનું મૃત્યુ નીપજ્યું હતું.મૃતકની પુત્રવધૂ તારાબેને પારડી પોલીસ મથકે બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ અકસ્માત સર્જનાર વાહનના ફોટા પાડયા  હતા, જેના આધારે બાઈકની ઓળખ થઈ છે. પોલીસે વાહન માલિકની શોધખોળ શરૂ કરી છે વધુ તપાસ હાથ ધરી છે.