વલસાડ: વલસાડ પાલિકા હદ વિસ્તારમાં પાણી વિતરણની કામગીરી દિવસથી લઇ મોડી સાંજ સુધી બે ટાઇમના શિડ્યુલમાં કરવાનું આયોજન કરવામાં આવેલું છે.શહેરના 11 વોર્ડમાં વિવિધ લત્તાઓમાં બુસ્ટર પંપ લગાવી છેવાડે સુધી પાણી પહોંચાડવા માટેની વ્યવસ્થા અમલી છે.વલસાડને પાણી પુરું પાડવા માટેહેડ વોટર વર્કસ ખાતે અબ્રામા ડેમમાં ચોમાસાના વરસાદ પર આધાર રાખવો પડે છે. જ્યારે ઉનાળો શરૂથવાનો હોય ત્યાં સુધીમાં વરસાદી પાણીનો પુરવઠો પૂરો થઇ ગયો હોય ત્યારથી અંબિકા વિભાગ દ્વારા નહેરો મારફત અબ્રામા સ્થિત હેડ વોટર વર્કસના ડેમમાં પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવે છે.જો કે પાલિકાનું ડેમ લેવલ ઓછું થઇ જતાં આગામી દિવસોમાં પાણીનું સંકટ સર્જાવાની શક્યતા જોતાં પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર હાલમાં નહેર વિભાગનું પાણી આવ્યું નથી જેથી ડેમમાં હાલને જે પાણીનું લેવલ છે તે જોતાં 10 થી 12 દિવસ જ પાણીનો પુરવઠો ચાલે તેમ હોવાની હકીકત પાલિકા સામે આવી છે. જેને લઇ પાલિકાના વારિગૃહ વિભાગનો રિપોર્ટ ધ્યાને લઇ ગુરૂવાર 20 માર્ચથી દિવસમાં એક જ ટાઇમ પાણી આપવાનું નક્કી કરાયું છે.જેને લઇ બે ટાઈમના બદલે 1 જ ટાઇમ જ પાણી મળશે. શહેરીજનોને આ ગાળા દરમિયાન કરકસરથી પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા પાલિકા પ્રમુખ માલતી ટંડેલ અને સીઓ કોમલ ધાનૈયાએ જાહેર અપીલની નોટિસ જારી કરી છે.10-12 દિવસ જ ચાલી શકે તેટલુ પાણી પાલિકાના ડેમના લેવલ મુજબ દિવસના 2 દિવસ પાણીનો સપ્લાય જો આપવામાં આવે તો શહેરમાં 10થી 12 દિવસ જ પાણી ચાલી શકે તેમ છે.
હાલે અંબિકા ડિવિઝન દ્વારા ઘડોઇ ડેમ સુધી પાણી પહોંચ્યું છે પરંતું ત્યાંથી વલસાડ નગરપાલિકાના અબ્રામા ડેમ સુધી 8 કિમીનું અંતર કાપી પાણી પહોંચ્યા બાદ ડેમનું લેવલ મળે ત્યાં સુધી શહેરીજનોને 2 ટાઇમ પાણીનો સપ્લાય પુરા ખલેલ પડે તેમ છે. આ કપરી પરિસ્થિતિમાં શહેરીજનોને કરકસરથી દિવસના 1 ટાઇમ પાણીનો સપ્લાય પુરા પ્રેશરથી આપવામાં આવે તો આ ગંભીર સમયાળો પાર કરી શકાય તેમ છે.જેને લઇ કાપ મૂકાયો છે.8 માર્ચે રોટેશન આપવા નહેર ખાતાએ કહ્યું પરંતું હજી આવ્યું નથી વલસાડ નગરપાલિકાને અંબિકા ડિવિઝન નહેર ખાતા કચેરીએ 24 ઓક્ટોબર 2024ના પત્રથી આગોતરી જાણ કરી હતી.જેમાં 8 માર્ચ 2025થી પાણીનું રોટેશન શરૂ કરવા જણાવ્યું હતું.પરંતું પાલિકા વારિગૃહે સ્થળ ચકાસણી નહેર વિભાગ દ્વારા પાણી શરૂ કરાયું નથી. જેને ધ્યાને લઈ પાણી કામની સ્થિતિ સર્જાઇ છે.27 માર્ચ બાદ જો પાણી મળશે તો રાબેતા મુજબ 2 ટાઇમ પાણી મળતું થશે તેવું પાલિકા તંત્ર જણાવી રહ્યું છે.> કોમલ ધાનૈયા, ચીફ ઓફિસર

