ઝઘડીયા: આદિવાસી વિસ્તારોમાં લોકોની સુવિધાને લઈને અનેક પ્રશ્નો અને સમસ્યા જોવા મળે છે ત્યારે અધિકારીઓએ માટે પણ જીવના જોખમે ફરજ પડી રહી છે. આજરોજ ઝઘડિયા તાલુકા પંચાયતમાં કર્મચારીઓ પોતાના જીવના જોખમે ફરજ બજાવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે

ઝઘડિયા તાલુકા પંચાયતનું હમણાં થોડા સમય પહેલાં જ લાખો રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું હતું. ત્યારે ઝઘડીયા તાલુકા પંચાયતમાં મકાન જર્જરિત હાલતમાં જોવા મળ્યું, રિનોવેશન ના લાખો રૂપિયા ક્યાં ખર્ચાયા અને કોણ ચાંઉ કરી ગયુ? એવા પ્રશ્ન ઉદભવી રહ્યા છે. મકાન જર્જરિત હોવાથી સ્લેબના સળિયા સહિત પોપડા તૂટી ને નીચે પડે છે અને જેના લીધે તાલુકા પંચાયત માં કર્મચારીઓનો જીવનો જોખમ વધી ગયો છે અને પોતાની જીંદગી દાવ પર લગાવી જીવના જોખમે ફરજ બજાવી રહ્યા છે.

મકાન જર્જરિત હાલતમાં હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતું નથી અને વહીવટકર્તાઓ પણ આ બાબતે કંઈપણ ધ્યાન આપતા નથી તેવું જણાય રહ્યું છે. શુ અધિકારીઓ અને વહીવટકર્તાઓ કોઈ દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યા છે? તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં લેશે કે પછી જર્જરિત મકાન માં કામ કરતા કર્મચારીઓની જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યા છે.