સુરત: કાનજીભાઈ દેસાઈ એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દ્વિતીય પ્રમુખ તથા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્ર ભાઈ દેસાઈ ના તથા દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાન શ્રી પ્રમોદભાઈ દેસાઈના પિતાજી. કાનજીભાઈ દેસાઈ સુરતના નાગર બ્રાહ્મણ પરિવારના જાગીરદાર અને જમીનદાર કોંગ્રેસી આગેવાન હતા. સુરતના ગોપીપુરામાં આજે પણ એમની જાગીરની હવેલી વિધમાન છે. જેમાં અખિલ હિંદ મહિલા પરિષદનું કામકાજ ચાલી રહ્યું છે.

કાનજીભાઈના જાગીરીના અનેક ગામો સુરત જિલ્લામાં હતા. જે પૈકી ચાર ગામો તો ઓલપાડ તાલુકાના જ હતા. જેમાં ૧. કીમ ૨. કઠોદ્રા 3. સ્યાદલા અને ૪. માસમાં. મહાત્મા ગાંધી ભારતનો આઝાદી સંગ્રામ ખેડવા માટે કાયમ માટે દક્ષિણ આફ્રિકા થી 1915માં ભારત આવી ગયા. એક વર્ષ મુગે મોઢે ભારત નિરીક્ષણ કર્યા પછી સ્વાતંત્ર્ય આંદોલન માટે મથી રહેલાં લોકોને મળવા માંડ્યું. મહાત્મા ગાંધીએ 1885માં સ્થપાયેલી લાયન્સ ક્લબ, રોટરી ક્લબ અને જાયન્ટસ ક્લબ જેવી કોંગ્રેસને જનવાદી કોંગ્રેસમાં રૂપાંતર કરવા માંડી. દેશની આઝાદી માટે મથનારા કાર્યકરોને દેશના અંધારા ખુણાઓ પકડી ત્યાં ભારતીય રૈયતનું સશિક્તકરણ કરવા માટે અને તે વિસ્તારના વિકાસ કરવા માટે ધૂણી ધખાવવા કહેવા માંડ્યું.

ગાંધીજીની આ અપીલની અનેક લોકો પર અસર પડી અને સંવેદનશીલ કાર્યકરોએ ગાંધીજીનો પડ્યો બોલ ઝીલવા માંડયો અને ગામડાઓ પકડીને ત્યાં જ જીવન સમર્પિત કરવા માંડયા. ગાંધીજીના આ વિભૂતિ મત્વની અસર સુરતના જાગીરદાર નાગર બ્રાહ્મણ શ્રી કાનજીભાઈ દેસાઈ પર પણ પડી. કાનજીભાઈએ પોતાની ગોપીપુરામાં આવેલી હવેલીને છોડીને ઓલપાડ તાલુકાના કીમ ગામમાં બેસીને ઓલપાડ તાલુકાના સર્વાંગી વિકાસ અને કોળી સમાજના સમાજસુધારક તરીકે પોતાની જાતને સમર્પિત કરી. કાનજીભાઈએ પોતાના જાગીરના ગામોની જમીનો કોળી કણબી ગણોતિયાઓને સુપ્રત કરી દીધી અને મિલકતો વેચીને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના આઝાદીના સંગ્રામમાં માટે સમર્પિત કરી દીધી. પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં કોંગ્રેસ ગણોતધારાનો કાયદો કરે એ પહેલાં આ પરિવારે પોતાની જમીનો ગણોતિયાઓને નામે કરી આપી હતી.

આપણા ખ્યાતનામ અર્થશાસ્ત્રી અને પત્રકાર સ્વ. નિરુભાઈ દેસાઈએ કાનજીભાઈ દેસાઈને સમાજવાદી જમીનદાર તરીકે ઓળખાવ્યા છે. ઓલપાડ તાલુકાના સ્યાદ્લા ગામના સહકારી આગેવાન અને સાયન સુગર ફેક્ટરીના ચેરમેન સ્વ. મગનભાઈ ડાયાભાઈ પટેલે કહ્યું હતું કે જો કાનજીભાઈ દેસાઈ જાગીર નહીં છોડે તો અમે સયાદલા ગામ ના જમીનદારો આજે પણ કણબી ગણોતિયા તરીકે કોઈના ખેતર ખેડતા હોતે.

આજે મહાત્મા ગાંધી, જવાલાલ નેહરુ, સરદાર પટેલ, કાનજીભાઈ દેસાઈ અને ઉચ્છંગરાય ઢેબર જેવી મહાન વિભુતિઓ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેવી મહાન સંસ્થા ના પુણ્ય પ્રતાપે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી આસામ સુધીના જે ખેતમજુર ગણોતિયાઓ જમીનદાર બન્યા છે. તેના સંતાનો પોતાનો આ ક્રાંતિકારી ઈતિહાસ ભૂલી ગયા છે અને સંઘ પરિવારની પૂતનાનું ધાવણ ધાવીને કોમવાદના નશામાં ચકચૂર બનીને સમજણ વગરના લવારા કરે છે અને પૂછે છે કે સિત્તેર વર્ષમાં કોંગ્રેસે કર્યું છે શું ?

મારે આ નુગરાઓ ને એટલું જ કહેવું છે કે સંઘ પરિવારની પૂતનાનુ ધાવણ ધાવવાનું બંધ કરો અને તમારી સાચી જનેતા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને ઓળખો, સાવરકર જેવા દુષ્ટ પુરુષોના પડછાયામાંથી બહાર આવો અને મહાત્મા ગાંધીથી લઈને કાનજીભાઈ સુધીના તમારા સાચા ગોડ ફાધરોને ઓળખો કે જેમણે તમને ગરીબ ગણોતિયા ખેત મજુર માંથી જમીનદાર બનાવ્યા છે. આજે કાનજીભાઈ અને તેમના દીકરા પ્રમોદભાઈ તથા હિતેન્દ્રભાઇ દેસાઇમાથી કોઇ હયાત નથી. પરંતુ હયાત છે અગણિત ગરીબ ગણોતિયા માથી જમીનદાર બનેલા આઝાદ નાગરિકો.

નોંધ: ઉત્તમ પરમારના ફેસબુક account પરથી..


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here