સુરત: સુરત શહેરને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. 14 માર્ચની મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટની બની છે. રાત્રિ દરમિયાન પરિવાર સાથે સૂતેલી બાળકીને અપહરણ કરી થોડી દુર લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.
Decision news ને મળેલી માહિતી મુજબ, બાળકીને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી. સવારે માતાએ ઊઠીને બાળકીનીહાલત જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને ગંભીર ઇજાઓ સાથે સ્મીમેર હોસ્પિટલ ખસેડાતા તબીબોએ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. જેછી કતારગામ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે સુરતના કતારગામ વિસ્તારમાં છ વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી. રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઊંચકીને લઈ ગયો હતો. તેણે પહેલાં બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ દુષ્કર્મ આચર્યું હતું.
ઘટનાસ્થળ ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર જ દૂર હતું. જ્યાં હેવાને માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ તે બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો. બાળકી ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી.15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં હતી. માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી. બાળકીએ માતાને કહ્યુ કે કોઈ કાકા મને લઈ ગયા હતા. બાદમાં માતા-પિતા તરત જ બાળકીને લઈને સ્મીમેર હોસ્પિટલ દોડી ગયા હતાં, જ્યાં તબીબોએ બાળકીની હાલત જોઈને પોલીસને જાણ કરી હતી.

