વલસાડ: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક તાલીમ વર્ગ શરુ કરતા 400થી વધુ વિધાર્થીઓ નિઃશુલ્ક અભ્યાસ લઇ રહ્યા છે સરકાર દ્વારા આવનારા મહિનાઓમાં સરકારી અલગ-અલગ વિભાગની પરીક્ષાઓ લેવામાં આવનાર છે જે પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓ ખાનગી કોચિંગ ક્લાસ કે જિલ્લા બહાર જઈ નથી સકતા તેવા વિદ્યાર્થીઓ માટે વલસાડ પોલીસે એક અભિગમ આપવાનાવતા વિધાર્થીઓ પણ આ ક્લાસીસના અને વલસાડ પોલીસના વખાણ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા દ્વારા વલસાડ જિલ્લા ડાંગ અને નવસારી જિલ્લામાંથી જે વિધાર્થીઓ સરકારી તમામ પ્રકારની પરીક્ષાઓ આપવાના છે જે પરીક્ષાઓ માટે ખાનગી કોચિંગ ક્લાસીસ તેમજ જિલ્લા બહાર રાજકોટ અમદાવાદ સુરત જઈને કોચિંગ ક્લાસીસ કરવા માટે ઘરખમ ફી અને પૈસા ભરવામાં આવતા હોય છે જે પૈસા અને ફ્રી ગરીબ અને આદિવાસી વિધાર્થીઓ ભરી નથી શકતા તેના માટે વલસાડ જિલ્લા પોલીસે નિશુલ્ક તાલીમ વર્ગ શરૂ કરી અઠવાડિયાના શની અને રવિવારે છ-છ કલાકનો અભ્યાસ આપી વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા છે.
દરેક પ્રકારના સરકારી અધિકારીઓ ક્લાસ વન ક્લાસ ટુ જેવા અધિકારીઓ પણ આ તાલીમ વર્ગમાં આવીને વિદ્યાર્થીઓ સાથે પોતે કરેલા અભ્યાસ અને તેમના જીવન અને સંઘર્ષની વાતો કરી તેઓને એક પ્રેરણા રૂપ ઉદાહરણ આપે છે સાથે જ એટલું જ નહીં આવનારા દિવસોમાં લેવામાં આવનાર આ સરકારી પરીક્ષાઓને લઈને પોલીસ દ્વારા આ વિદ્યાર્થીઓને ચોપડા પણ નિશુલ્ક આપવામાં આવ્યા છે 400 જેટલા વિદ્યાર્થીઓ વલસાડ જિલ્લા ડાંગ અને નવસારી જિલ્લામાંથી આવીને અહીં નિશુલ્ક તાલીમ લઈ વલસાડ જિલ્લા પોલીસના વખાણ કરી રહ્યા છે રાજ્યમાં એક માત્ર એવો જિલ્લો છે વલસાડ જ્યાં સરકારી પરીક્ષાઓને લઈને વિધાર્થીઓને નિશુલ્ક ક્લાસીસ આપી વધુથી વધુ વિદ્યાર્થીઓ સરકારી ક્ષેત્રે નોકરીઓ મેળવે તે આશયથી વલસાડ જિલ્લા પોલીસે એક નવો અભિગમ અપનાવ્યો છે.

