વાલીયા: ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતિ ના પોતાના જ મકાન માં લોહીથી લથપથ હાલતમાં પડેલ મૃતદેહ મળ્યા હતા. જે ઘટના ને ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા ગંભીરતાથી લેવામાં આવી હતી અને જે બાબતે સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની સાત જેટલી ટીમો બનાવી ઘટનાને અંજામ આપનાર આરોપીને પકડી પાડવા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ કેસના તપાસ દરમિયાન શિક્ષક દંપતીના ડબલ મર્ડરમાં મિસ્ટ્રી માં ચોંકાવનારી વાત સામે આવી છે અને સાસુ સસરા મોત માટે જમાઈ જ બન્યો જમડો.. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી વિવેક રાજેન્દ્ર કુમાર રમાશંકર દુબે એ શેર માર્કેટમાં ₹35 લાખ ડૂબી જતાં તેમજ બેન્ક લોન, વ્યાજે લીધેલા નાણાં સહિતના દેવા વધી જવાથી આરોપી એ ગેરકાયદેસર રીતે સાસુ સસરા ના મકાન માં લૂંટના ઈરાદે ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

બિહારી જમાઈએ આર્થિક સંકડામણ દૂર કરવા બેવડા કત્લે આમને ઠંડા કલેજે અંજામ આપ્યો. આરોપી જમાઈ વિવેક રાજેન્દ્ર કુમાર રમાશંકર દુબે વ્યારા થી ગાંધીનગર ગયો હતો અને ગાંધીનગરથી વાલિયા આવી સાસુ-સસરાને નિશાન બનાવી રોકડ રકમ સહિત દાગીનાની લૂંટ ચલાવી શિક્ષક દંપતી ને મોત ને ઘાટ ઉતાર્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here