સુરત:સુરતમાં પત્રકારો RTI કરી બિલ્ડરો અને વેપારીઓની ધમકી આપી રૂપિયાની માંગણી કરી રહ્યા છે. RTI- કથિત પત્રકાર તોડકાંડમાં વધુ એક પત્રકારની ધરપકડ કરવામાં આવી. કથિત પત્રકાર બની મનીષ નામના શખ્સ બિલ્ડર પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. મનીષે બિલ્ડરને ધમકી આપી હતી કે તેમણે જે બાંધકામ કર્યું છે તે તોડી પાડવામાં આવશે. જેના બાદ બિલ્ડરે આરોપી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

બિલ્ડરને ધમકી આપી પડાવ્યા પૈસા

Decision News ને મળેલી માહિતી અનુસાર બિલ્ડરની ફરિયાદ પર ઉધના પોલીસે કાર્યવાહી કરતા 43 વર્ષીય મનીષ નવીન ઘંટીવાલાની ધરપકડ કરી મનીષે બિલ્ડરનું જે સાઈટ પર બાંધકામ ચાલે છે ત્યાંના ફોટા પાડ્યા હતા. બાંધકામના ફોટા પાડી બિલ્ડરને મોકલ્યા અને ધમકી આપી કે જો માંગ્યા પ્રમાણે પૈસા નહીં આપો તો તમારું બાંધકામ તોડવામાં વાર નહીં લાગે. તમારે નુકસાન ના વેઠવું હોય તો એક લાખ રૂપિયા આપો. બિલ્ડરે ધમકીને વશ થઈ આરોપીને રૂ. 70 હજાર આપી દીધા પરંતુ ત્યારબાદ ફરી રૂપિયા માંગતા બિલ્ડરે કંટાળીને ઉધના પોલીસમાં મનિષ ઘંટીવાલા સા મે ખંડણીની ફરિયાદ નોંધાવી પોલીસે આરોપીની અટકાયત કર્યા બાદ વધુ તપાસ હાથ ધરી છે.

RTIનો દુરઉપયોગ વધ્યો

નોંધનીય છે કે અગાઉ પણ સુરતમાં RTI- કથિત પત્રકાર તોડકાંડમાં કાર્યવાહી કરવામાં આવી છે. પત્રકાર શાકીર શાબીર શૈખ RTI કરી નામાંકિત લોકો પાસેથી પૈસા પડાવવાનું કૌભાંડ કરતો હતો હોવાનું સામે આવ્યું. RTI એકિટવિસ્ટના નામે પત્રકારોના તોડકાંડ મામલાની તપાસમાં શાકીરની ધરપકડ કરવામાં આવી. ખંડણીખોર પત્રકાર શાકીર શાબીરની પાસા હેઠળ અટકાયત કરી સેન્ટ્રલ જેલ ભૂજ મોકલાવમાં આવ્યો હતો. આ કિસ્સા બતાવે છે કે RTIનો ખોટી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. લોકોને ન્યાય અપાવવા અને જાગૃકતા લાવવા લાવવામાં આવેલ આ કાયદાનો ઉપયોગ બિલ્ડર અને વેપારી તેમજ નામાંકિત લોકોને ડરાવી ધમકાવી પૈસા માંગવા માટે કરવામાં આવી રહ્યો છે.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here