ચીખલી: ચીખલી તાલુકાના ટાંકલ ચાર રસ્તા નજીક મધ્યરાત્રે એક ગંભીર આગની ઘટનાનો બનાવ બનવા પામ્યો હતો આ ઘટનામાં ટાંકલ ચોકડી પર મરઘાં વાહક ટેમ્પોમાં આગ શોર્ટ સર્કિટથી 30 મરઘાં ના મોત, 150 થી વધુને બચાવાયા હોવાનું જણાયું છે.
Decision News ને મળેલી માહિતી મુજબ નાસિકથી વડોદરા બોઈલર મરઘાં લઈ જતાં ટેમ્પોની કેબિનમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 30 થી વધુ મરઘાંઓ મોતને ભેટ્યા હતાં. જો કે, ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહી થી 150 થી વધુ મરઘાં ઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગણદેવી નગરપાલિકાના ફાયર ફાઈટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટના સ્થળ પર હાજર લોકો કહે છે કે પ્રાથમિક તપાસમાં ટેમ્પોમાં ટેકનિકલ ખામીના કારણે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન છે. આ ઘટનામાં ટેમ્પો ચાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ માનવ હાનિ થઈ નથી.

