સોનગઢ:સોનગઢ તાલુકાના જૂની બાવલી ગામે જે કે પેપર મિલ, સ્પર્શ સોશિયલ ફાઉન્ડેશન અને આગાખાન ગ્રામ સમૃદ્ધિ પ્રોગ્રામના સંયુક્ત ઉપક્રમે સોલર લિફ્ટ સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી મુજબ આ યોજનાના માધ્યમથી અને સૌર ઊર્જાના ઉપયોગ દ્વારા જૂની બાવલી ગામના ખેડૂતોને વિનામૂલ્યે સિંચાઇ માટે જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ રૂપિયા 18 લાખના ખર્ચ સાથે શરૂ થયેલી આ ઉદ્દવહન સિંચાઇ યોજનાના કારણે લગભગ 50 એકરથી વધુ જમીનને સિંચાઇના પાણી મળનાર છે.

આ કાર્યક્રમમાં જે કે પેપર મિલના હેડ મુકુલકુમાર વર્મા સાથે પેપરમિલના પિયુષકુમાર મિત્તલ, મુન્ના કુમાર, યોગેશ ચૌહાણ,મધુકર વર્મા,પીયુષ ચતુર્વેદી, જિતેન્દ્ર પાલ, મુકેશ ચોપડે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.સ્પર્શ સંસ્થાના હેડ મધુકર વર્મા દ્વારા સોલાર ઊર્જા પર આધારિત સિંચાઇ પદ્ધતિઓ અને તેમના લાભો વિશે માહિતી આપવામાં આવી હતી.