ડાંગ: આદિવાસી કુકણા, કુનબી સમાજ ડાંગ દ્વારા ધોરણ 10/12 પરીક્ષાર્થીઓ ને બોલપેન અને મોઢુ મીઠું કરાવી શુભેચ્છાઓ આપી હતી. સાકરપાતળ ખાતે માન. ડૉ. ભગુભાઈ રાઉત સાહેબ, કિશોરભાઈ ગાવિત સાથે વાલીઓ અને આગેવાનોએ સવારે નવ વાગ્યે ઉપસ્થિત રહ્યા હતા. રંભાસ કેન્દ્ર ખાતે 4k સમાજ ડાંગ ના પ્રમુખ કાશીરામભાઈ બિરારી, ધનશારામભાઈ ભોયે, શિક્ષકો, વાલીઓ તથા આગેવાનોએ પરીક્ષાર્થીઓને લેખન સમગ્રી આપી ઉત્સાહભેર પરિક્ષા ખંડ મા પ્રવેશ કરાવ્યો હતો.

ચિકાર (ઝાવડા) ખાતે ઈન્ચાર્જ પ્રા.શિક્ષણ અધિકારીશ્રી વી.ડી. દેશમુખ સાહેબ, સરપંચ શ્રી રમેશભાઈ પવાર,ssmahla ના શ્યામભાઈ માહલા, તાનાજીભાઈ પવાર, ધનાભાઈ, અલ્પેશભાઈ રાઠોડ, ગમજૂભાઈ ચૌધરી, પંકજભાઈ પાલવે, અમ્રતભાઈ પાલવે અને વાલીઓ તથા વિવિધ શાળાના આચાર્ય, શિક્ષકો, ગૃહપતિ/માતા ઓ ઉપસ્થિત રહ્યા હતા. કાલીબેલ ખાતે વિશ્રામભાઈ ગાવિત, શૈલેષભાઈ પાડવી, જીજ્ઞેશભાઈ બાગુલ તથા આચાર્ય અને શિક્ષક ગણ તથા ગામ આગેવાનોએ બાળકોને બોલપેન આપી પ્રોત્સાહિત કર્યા હતા. પિપંરી ખાતે પણ ગામ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી. બપોર બાદ આહવા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને એકલવ્ય મોડેલ સ્કુલ ખાતે ધોરણ 12 ના પરીક્ષાર્થીઓ ને સાકર અને બોલપેન આપી શ્યામભાઈ માહલા, ગમજુભાઈ ચૌધરી અને અરુણ બાગુલ અને સુમનબેન દળવી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

ડાંગના બાળકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય અને સારુ શિક્ષણ મેળવી પોતાની પ્રગતિ સાધે તથા ઉચ્ચ અભ્યાસ સાથે ગુણાત્મક સમાજ સુધારો થાય તેવા શુભાશિષ 4k સમાજ ના આગેવાનોએ આપ્યા હતા. હવે પછી પણ ભવિષ્ય મા ડાંગ ના દરેક સમાજ ના બાળકો માટે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજી વિદ્યાર્થીઓ સાચી દિશામા ઉચ્ચ અભ્યાસ મા જોડાય અને સારી નોકરી, રોજગાર મેળવે તેવું આયોજન કરવામા આવશે તેમ 4k સમાજ ડાંગ ના પ્રમુખ શ્રી કાશીરામભાઈ બિરારી સાહેબે જણાવ્યું હતું. આ પ્રસંગે સમાજ માટે દાન આપનાર દાતાશ્રીઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here