સુરત: સુરતમાં પોલીસ કર્મચારી શેતલ ચૌધરીએ ગળે ફાંસો લગાવીને જીવન ટૂંકાવ્યું છે, મૃતક કોન્સ્ટેબલે અઠવાલાઇન્સ સ્થિત બસેરા હાઉસમાં આપઘાત કર્યો છે. પોલીસ કર્મચારી શેતલ ચૌધરી અચાનક આ રીતે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.
સુરત એરપોર્ટ પર ફરજ બજવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ શેતલ ચૌધરીએ આપઘાત કરી લીધો હતો. શેતલ ચૌધરી ઘરે એકલી હતી તે દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો છે, પોલીસને હજી સુધી કોઈ શેતલ ચૌધરીની સ્યુસાઈડ નોટ પોલીસને મળી આવી નથી. પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, મૃતદેહનું પીએમ કરી પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે.
શેતલ ચૌધરીનો મોબાઈલ ફોન પોલીસે વધુ તપાસ માટે જપ્ત કર્યો છે. તેમના લગ્ન થયા નથી, ત્યારે પોલીસે મોબાઈલ ફોનના આધારે વધુ તપાસ કરી છે, અન્ય જે પોલીસ કર્મીઓ સાથે હતા નોકરીમાં તેમના પણ નિવેદન નોંધવામાં આવ્યા છે. પોલીસની તપાસ બાદ જ આપઘાતનું સાચુ કારણ સામે આવશે.

