આમોદ: ભરૂચ જિલ્લાના આમોદ ના ઋષભે જે પ્લેનમાં સપનાની ઉડાન ભરી એ ઋષભને ક્યાં ખબર હતી કે આ તેની અંતિમ સફળ હશે અને એજ ઋષભનો મૃતદેહ પ્લેન મારફતે વતનમા લવાયો.કેનેડામા માર્ગ અકસ્માતમાં આમોદના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જેના મૃતદેહ ને પ્લેન દ્વારા કેનેડાથી વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો.
મૃતકના સબને કેનેડાથી પ્લેન મારફતે વતન ખાતે લાવવામાં આવતા મૃતકના પરિવારજનોએ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત વડાપ્રધાનનો આભાર માન્યો હતો. 14 દિવસ પેહલા કેનેડામાં એક્સિડેન્ટમાં 2 યુવક સહિત એક યુવતી સહિત ત્રણ વિદ્યાર્થીઓનું કરુણ મોત નીપજવાની ઘટના બની હતી જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તથા વિદ્યાર્થીની અમદાવાદની હોય તેમ માહિતી સંપડાય હતી. બ્રેમ્પટનમાં ટ્રક-કાર વચ્ચે ગોઝારો અકસ્માત, ઘટના કેમેરામાં કેદ; વતન આમોદમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી સ્થાનિક ધારાસભ્ય દેવ કિશોર સ્વામી સહિત આમોદ તાલુકાની જનતા મોટી સંખ્યામાં અંતિમવિધિમાં જોડાઈ હતી..
Decision news ને મળતી માહિતી મુજબ અમદાવાદ ની એક સ્ટુડન્ટ તેમજ પંજાબના એક સ્ટુડન્ટનું પણ આ કાર એક્સિડન્ટમાં મોત નીપજ્યું છે. આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્ય પણ ઘટનાની જાણ થતા તાત્કાલિક કલેકટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની ડેથ બોડી આમોદ લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા જે બાદ મૃતક ને વતન ખાતે લાવવામાં આવ્યો અને તેની અંતિમ વિધિ આજે સવારમાં આઠ વાગ્યે સંપન્ન કરવામાં આવી હતી.પરિવાર ઉપર આભતૂટી પડ્યો હોય ચારેબાજુ હાયફાટ રૂદન ના દ્રશ્યો જોવા મળ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં મૃતકના પિતા રોહિતભાઈ લીમ્બાચીયાએ આમોદ જંબુસરના ધારાસભ્ય દેવ કિશોર સ્વામી સહિત તેમના પુત્રના મિત્રો સહિત ગુજરાત સરકાર અને માન્ય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો..

