રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના ખજાનચીનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાતા ભારે ચકચાર મચી છે.આ વીડિયોમાં ગુરુકુલના ખજાનચી ભગવાધારી યુવાન સાથે અનૈતિક કૃત્ય કરતા દેખાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના સામે આવતા જ સનાતન સંપ્રદાયમાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયે તરત જ પગલાં ભરીને સંડોવાયેલા સ્વામીને હટાવી દીધા છે.મંદિરના ટ્રસ્ટી મયુરભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે, વાયરલ થયેલો વીડિયો અંદાજે 8થી 9 મહિના જુનો છે. આ વીડિયો સંપ્રદાયના ધ્યાનમાં આવતા જ, સંપ્રદાયે તરત જ પગલાં ભર્યાં હતા અને સંબંધિત સાધુને સાધુભ્રષ્ટ કરી બરતરફ કરી દીધા હતા. હાલ તેઓ ક્યાં છે તે અંગે અમને કોઈ માહિતી નથી.
સંપ્રદાયના નિયમોનું ઉલ્લંઘન કરવાને કારણે, તેમને સાધુ પદેથી તાત્કાલિત ધોરણે દૂર કરી દેવામાં આવ્યા છે.વધુમાં, તેમણે જણાવ્યું હતું કે, અમે સંબંધિત સાધુ સાથે પૂછપરછ કરી હતી, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે, ‘હા, મારાથી આ ભૂલ થઈ છે.’ પરિણામે, ટ્રસ્ટીઓએ એકમતથી નિર્ણય લીધો અને તેમને તાત્કાલિક હટાવી દીધા. આ વિદ્યાર્થી કોણ છે તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી. કેના કોઈ વિધાર્થી, વાલી અથવા સ્ટાફમાંથી પણ કોઈ ફરિયાદ મળી નથી

