વલસાડ: વલસાડ સીટી પોલીસે લાંબા સમયથી ફરાર બે સગીર આરોપીઓને જામનગરથી ઝડપી પાડયા છે. આ બંને સગીરો છેલ્લા સાત વર્ષથી બાઇક ચોરીના કેસમાં ફરાર હતા. વલસાડના પોલીસ અધિક્ષક ડો. કનરાજ વાઘેલા અડીવાયએસપી એ.કે. વર્માએ નાસતા-ફરતા આરોપીઓને શોધવા માટે વિશેષ સૂચનાઓ આપી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ સૂચનાઓના પગલે વલસાડ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર દિનેશ પરમારની ટીમે કામગીરી શરૂ કરી હતી. સર્વેલન્સ PSI ડી.એસ.પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2019માં નોંધાયેલા બાઇક ચોરીના કેસના બે સગીર આરોપીઓ જામનગર જિલ્લાના લાવડીયા ગામમાં રહે છે.

પોલીસે ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સના આધારે બંને સગીરોને ઝડપી પાડયા હતા. પકડાયેલા બંને સગીરોએ પૂછપરછ દરમિયાન બાઇક ચોરીના ગુના હોવાની કબૂલાત કરી હતી. વલસાડ પોલીસની ટીમે લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે.