ઝઘડિયા: સાંસદે તથા માજી ધારાસભ્યે દમલાઇ ગામે ગેરકાયદેસર ખનીજ ખનન કરી ચોરી બાબતે ગ્રામ પંચાયતની મીલીભગત હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, ત્યારે ગ્રામ પંચાયત પડવાણિયાએ ગત 21 નવેમ્બરના રોજ જિલ્લા કલેકટર ખાણ ખનીજ વિભાગ કચેરીને પડવાણિયા ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર ખનીજ ખનન થતું હોય કાર્યવાહી કરવા રૂબરૂ રજૂઆત કચેરી ખાતે કરી હતી.

Decision News એ મેળવેલ જાણકારી મુજબ ઝઘડિયા તાલુકામાં ખૂબ મોટા પાયે ખનીજ જેવી કે રેતી માટી સિલિકા વગેરેનો ગેરકાયદેસર રીતે ખનન કરી વહન‌ કરી‌ વેચાણ કરવામાં આવે છે, જેના પગલે સરકારની તિજોરી પર ખૂબ મોટો ફટકો પડી રહ્યો છે, તાલુકાના પડવાણિયા ગ્રામ પંચાયતની હદમાં આવેલ ડમલાઈ ગામેથી કેટલાક માથાભારે ઈસમો દ્વારા રાત્રિના સમયે ૫૦ થી ૬૦ જેટલા હાઇવા ટ્રકો ચોરીથી ખનીજ ખનન કરી તેનું વહન કરી વેચી દેવામાં આવે છે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું હતું, જેના પગલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા માજી ધારાસભ્ય મહેશ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખનીજ‌ ખનનની ચોરીમાં જિલ્લા ભૂસ્તર વિભાગ, ઝઘડિયા પ્રાંત, ઝઘડિયા મામલતદાર, રાજપારડી પોલીસ અને પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની મીલી ભગત હોવાનો આક્ષેપ કર્યો હતો.

આક્ષેપ સામે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીમાબેન ઉમેશભાઈ વસાવાએ સાંસદ અને માજી ધારાસભ્ય સામે આક્રોશ ઠાલવ્યો છે અને જણાવ્યું છે કે અમોએ ગત તારીખ ૨૧ મી નવેમ્બરના રોજ કલેક્ટર કચેરી ખાણ ખનીજ વિભાગ ખાતે રૂબરૂ જઈ તેમની પંચાયતની હદમાં ગેરકાયદેસર ખનીજ ખનન થાય છે તે બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી, તેમણે તેમના પંચાયતના લેટરપેડ પર જણાવ્યું હતું કે પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું રેવન્યુ ગામ ડમલાઈમાં આશરે ૭૦૦ એકર જમીન સરકારની આવેલી છે, આ જમીનમાં સિલિકાનો મોટા પ્રમાણમાં જથ્થો આવેલ છે, ડમલાઈ ગામની સીમમાં માથાભારે તત્વો દ્વારા રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે પાંચ હિટાચી મોટા મશીન લઈને ખોદકામ કરે છે અને આ સિલિકા હાઇવા ટ્રકોમાં ભરીને રાજપારડી આજુબાજુમાં આવેલા સિલિકા પ્લાન્ટ ઉપર ઉચ્ચક ભાવે માથાભારે તત્વો ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે, જેથી ગેરકાયદેસર સિલિકાનું ખોદકામ અટકાવવા લેખિતમાં રજૂઆત કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here