ગુજરાત: આજથી શરૂ થનાર પરીક્ષાથી ધોરણ 10 અને 12ના 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓનું ભાવિ નક્કી થશે. આ વર્ષે ધોરણ 10માં 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 23 હજાર 909 વિદ્યાર્થીઓ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. મહત્વનું છે કે, ગુજરાતના 16 હજાર 661 કેન્દ્રમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.

રાજ્યમાં આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા 68 ફ્લાઈંગ સ્કવૉડ મુકવામાં આવી છે. રાજ્યની 5 હજાર 222 સ્કૂલમાં પરીક્ષા લેવાશે. આ તરફ પરીક્ષા માટે 80 હજારથી વધુ અધિકારી-કર્મચારીનો સ્ટાફ કાર્યરત છે. આ વર્ષે 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે. રાજ્યમાં 16 હજાર 661 પરીક્ષા કેન્દ્ર પર રાજ્યની 5 હજાર 222 સ્કૂલમાં પરીક્ષા યોજનાર છે.