વાંસદા: ગતરોજ વાંસદા પોલીસે બાતમીના આધારે સુખાબારી ગામની નહેર બાજુમાંથી એક લાખ આઠ હજારના રૂપિયાનો દારૂ ભરેલી કારને ઝડપી પાડવામાં આવી હતી જેમાંથી વાંસદા પોલીસે રૂ. 6,08,500નો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે વાંસદા પોલીસ સ્ટેશનના ASI અનિલભાઈ, મેહુલભાઈ નીતિનભાઈ, સુમનભાઈ સાથે હોળીનો તહેવાર નજીક હોવાથી પેટ્રોલિંગમાં હતા. આ જે વખતે PI એન.એમ.આહીરે ટેલિફોનિક જાણકારી આપી હતી કે કાળા કલરની નંબર વગરની કાર દમણથી દારૂ ભરીને નાનાપોંઢા, ધરમપુર, ઢોલુમ્બર, કાકડવેલ થઇ અંદરના રસ્તેથી સુરત કડોદરા તરફ જવાની છે. આ બાતમીના આધારે વાંસદાના સુખાબારી ગામની નહેર પાસે વોચ રાખી ત્યારે બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે રોડ સાઈડમાં ઊભી રાખી ભાગવા જતા પોલીસના હાથમાં આવી ગયો.

પોલીસ દ્વારા ચાલકની પૂછપરછમા સામે આવ્યું કે તેનું નામ મીતુભાઈ વિજયભાઈ પટેલ અને તે ઉનાઈ ચરવી, પટેલ ફળિયુંમાં રહે છે કારમાં તપાસમાં પાછળના ભાગે દારૂની 960 બોટલ રૂ. 1.08 લાખ મળી અને પોલીસે દારૂ સહિત કાર, મોબાઇલ મળી રૂ. 6,08,500નો મુદ્દામાલ કબજે કરી ચાલક મીતુભાઈ પટેલની ધરપકડ કરી અને કારમાં દારૂ ભરાવનાર જતીન અને માલ લેનાર લાલુ ગુજ્જરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here