ગુજરાત: ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે. છતાંય તેમના સાંસદનુ કોઇ અધિકારી સાંભળતા ન હોઇ તેવુ ખુબ ઓછુ સાંભળવા અને જોવા મળે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર સાંસદ જ ફરિયાદ કરતી ટ્વિટ કરી છે જે ચર્ચાનો વિષય બની છે. પોતાના વિસ્તારમાં ભ્રષ્ટ અધિકારીઓ સાંસદ મનસુખ વસાવાનું સાંભળતા ન હોય તેમ તેમને પ્રજાની પાસે મદદ માંગવી પડી રહી છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના બેબાક અંદાજને કારણે જાણીતા છે તેઓ અવાર નવાર અધિકારીઓ પર બગડતા હોય છે ત્યારે આજે ફરી એક વાર ભરૂચના સાંસદ મનસુખ વસાવા ખાણ અને ખનીજ વિભાગ પર બરાબરના બગક્યા છે. તેમણે ખાણ ખનીજ વિભાગના અધિકારી પર આક્ષેપ કરીને લોકોને ભ્રષ્ટ અધિકારી સામે અવાજ ઉઠાવવા માટે જણાવ્યું છે.
સાંસદ મનસુખ વસાવાએ ખાણ અને ખનીજ વિભાગ પર કર્યાં આક્ષેપ
મનસુખ વસાવાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ભરૂચ તાલુકામાં શિતપણ ગામે ગૌશાળા રામ જાનકી આશ્રમ ખાતે 2 મહિના પહેલા મહંત અયોધ્યાદાસ જી સદાનંદદાસ જી ના આશ્રમમાં મહારાજનાં કહેવાથી મહેશ.જે.બરાઈ એ હનુમાન મંદિર આગળ ભૂખી ખાડી માંથી માટી કાઢી મંદિરના પ્રાંગણમાં માટી પૂરવા મંજૂરી માંગી અને તંત્રનાં કહેવાથી આ લોકોએ માટી પૂરવાનું કામ ચાલુ કર્યું પરંતુ કેટલાક મુસ્લિમ બિરાદરોએ નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસરે મોટી રકમની માંગણી કરી, થોડી ઘણી રકમ આપવા મહારાજના સેવકોએ અપીલ કરી અને મહંતશ્રીની કાકલૂદી કરવા છતાં નાયબ મામલતદાર અને સર્કલ ઓફિસર દ્વારા સેવામાં આવેલા જેસીબી, ડમ્પર, હિટાચી મશીન કબ્જે લેવામાં આવ્યાં હતાં. ઘણા બધા લોકોએ ભલામણ કરી કે ગૌશાળામાં અને મંદિરમાં માટી પુરાણનું કામ છે તો છૂટછાટ આપો.આ સમગ્ર બાબતની રજૂઆત કરવા છતાં ખાણ ખનિજનાં અધિકારી, પ્રાંત અધિકારીએ ઊંચા હાથ કરી સાધનો જપ્ત કરી લીધા. 2 મહિના પછી ૧૩ લાખ રૂપિયા દંડ ભરી વાહનો અને મશીનો છોડાવ્યા, છતાં પણ માટી રોયલ્ટીની મંજુરી ના આપી.
રાજ્ય સરકારને લેખિતમાં જાણ કરી હોવા છતા કોઈ ઉકેલ નહીં
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, દુઃખદ બાબત તો એ છે કે વરેડિયાનાં સરપંચ વતી ઝૂબેરભાઈ વલીભાઈ તથા આસિફ ઉસ્માન સાલેહ ખાટકી અને તેમના મળતિયાઓને ઉપરોક્ત જણાવેલ તમામ કચેરીઓના મધ્યમ સિંચાઈ વિભાગ (અંક્લેશ્વર) સાથે નાણાંકીય સાંઠગાંઠ થકી લાખો રૂપિયાની લેતીદેતી કરી મંજૂરી મળી જાય છે.છેલ્લા બે દિવસથી વરેડિયા ગ્રામ પંચાયત તથા કેટલાંક ઠેકેદારો આજુબાજુના ધંધાદારીઓને માટી વેંચી રહ્યા છે, ખરેખર તો આ ભૂખી ખાડીની માટી પાળ પર નાખવી જોઈએ પણ એવું થતું નથી સાથે જ ભારે વાહનો જવાથી પાળ તૂટી જાય છે અને ખેડુતોના ખેતરોને પણ નુકશાન થાય છે જેની કેટલાક ખેડૂતોએ અધિકારીઓને રજૂઆત કરી છે અને રાજ્ય સરકારને લેખિતમાં જાણ કરેલ છે.પૈસાનાં લાલચુ આ અઘિકારીઓ હનુમાનજી મંદિર અને ગૌશાળામાં માટી પુરાણ કરવા મંજૂરી નથી આપતા અને જે લોકો મોટી નાણાંકીય લેવડદેવડ કરે છે એમને મંજૂરી મળે છે. આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ચાલે છે. પ્રજાએ જાગૃત થઈ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવવો પડશે.
અધિકારીઓ મનસુખ વસાવાને ગાંઠતા નથી
મહત્વનું છે કે, ભરુચમાં છેલ્લા ઘણા સમયથી ખાણ અને ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ મોટા પ્રમાણમાં માટી કૌભાંડ ચાલી રહ્યુ છે આ અંગે હવે સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, પૈસાનાં લાલચુ આ અઘિકારીઓ હનુમાનજી મંદિર અને ગૌશાળામાં માટી પુરાણ કરવા મંજૂરી નથી આપતા અને જે લોકો મોટી નાણાંકીય લેવડદેવડ કરે છે એમને મંજૂરી મળે છે. ત્યારે સાંસદે પ્રજાને જાગૃત થઈ આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે અવાજ ઉઠાવના માટે જણાવ્યું છે. આમ ભરુચમાં સાંસદ મનુસુખ વસાવાનું કંઈ ચાલતુ નથી અધિકારીઓ સાસંદને પણ ન ગાંઠતા હોય તો સામાન્ય માણસનું તો શું ? મનસુખ વસાવા એટલા સમયથી સાંસદ છે પ્રજા તેમની પાસે મદદ માંગે પરંતુ ખુબ સાંસદનું જ પોતાના વિસ્તારમાં કંઈ ના ચાલતું હોય તેવો ઘાટ ભરુચમાં સર્જાયો છે.

