છોટાઉદેપુર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. ત્યારે એક વોટની કિંમત શું હોય છે, તે આ પરિણામોમાં જોવા મળ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 5નું પરિણામ જાહેર થયું જેમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર મુફિસ શેખનો માત્ર એક જ મતથી વિજય થયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વોર્ડ નંબર 5માં સમાજવાદી પાર્ટીના 3 અને અપક્ષના એક ઉમેદવારની જીત થઈ છે. વોર્ડ નંબર 5માં સપાના ઉમેદવારની પેનલ વિજેતા થઈ છે. પરવેઝ અલી મકરાણીના 1466 મત મળ્યા છે. બીજા ઉમેદવાર જે એસટી રિઝર્વ હતા તેમને 920 મત મળ્યા છે. જ્યારે ત્રીજા ઉમેદવાર મુફીઝ અહેમદ શેખને 969 મત મળ્યા છે.
જ્યારે તેમની સામે ઓબીસી રિઝર્ક ઉમેદવારને 968 મત મળ્યા છે. એટલે એક મતથી વિજય થયો છે. કન્ટેસ્ટીંગ ઉમેદવાર રિઝર્ક સીટ પરથી લડતા હોય એની સામે ઓપન ઉમેદવાર લડતો હોય તેમાં એસસીએસટી વધુ મત લાવે તો તેને વિજેતા જાહેર કરી શકાય છે. છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માટે પહેલીવાર સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવારો જે તમામ વિજેતા થયા છે. જે પૈકી એક ઉમેદવાર માત્ર 1 મતથી વિજેતા જાહેર થયા છે. છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણીમાં 6 ઉમેદવારો વિજેતા થતાં બોર્ડ બનાવવા નિર્ણાયક સાબિત થશે.

