ઝઘડિયા: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂની તરસાલી ગામ ખાતે સર્વે નંબર 489 માં 2.50.00 હે. ક્ષેત્રફળ અને સર્વે નંબર 481 માં 1.75.00 હે. ક્ષેત્રફળ વાળી જગ્યામાં કુલ 70,485 એમટીપીએના સામાન્ય રેતીના ઉત્પાદન કરવા ખાણ કામ માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આજરોજ યોજાયેલ પર્યાવરણીય લોક સુનાવણી ઝગડીયાના પ્રાંત અધિકારી કાજલબેન ગામીત તેમજ ગુજરાત પોલ્યૂશન બોર્ડના અધિકારીઓની અદ્યક્ષતામાં પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં કરજણ ભરૂચ ઝગડીયાના અસરગ્રસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા લોક સુનાવણી દરમિયાન કેટલાક લોકો દ્વારા મેસર્સ તેજસ વાલજી વસાવા રવજીભાઈ જીવન વસાવાના આવેલ પ્રતિનિધિ ઓને પ્રદુષણ તેમજ સ્થાનિક લોકોને રોજગારીના પ્રશ્નો તેમજ સી.એસ.આર ફંડ અંતર્ગત આજદિન સુધી ચાલુ સામાન્ય રેતીના લીઝધારકો કે જે તે વિભાગ દ્વારા ગામના વિકાસ હોય કે પછી શૈક્ષણિક કાર્ય માટે તેમજ આરોગ્ય જેવા વિવિધ કોઈપણ કાર્ય માટે વાપરવામાં આવ્યું નથી તેમ વાકેફ કરાવી વિવિધ પ્રશ્નો સાથે વિરોધ નોંધવ્યો હતો.

આ લોક સુનાવણી દરમિયાન જૂની તરસાલી,ટોઠીદરા,જેવા નર્મદા કાંઠા વિસ્તારમાં આવેલ પ્લાન્ટ બાબતે પણ ચર્ચાઓ થઈ હતી જેમાં ગેરકાયદેસર રેતી ની લીઝ તેમજ રેતી વહનના કારણે રોડ રસ્તાની ખસતા હાલત બાબતે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જોકે ચાર લોકોના વિરોધ વચ્ચે આ લોક સુનાવણી સમ્પન્ન થઈ હતી.