માંગરોળ: વાંકલ બોરીયા માર્ગ પર પ્રેમ પ્રકરણમાં યુવકે યુવતીનું ગળું કાપી નાંખતા યુવતીનું મોત, યુવકે પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. યુવકે પોતાના ગળા ઉપર ચપુના ઘા માર્યા છે. અને યુવકની સ્વરપેટી કપાય હોવાનું પ્રાપ્ત માહિતી મુજબ જણાઈ આવ્યું છે. અને હાલ સારવાર અર્થે સુરતની નવી સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો છે.
આ બિન આદિવાસી યુવકનું નામ સુરેશભાઈ કાળીદાસ જોગી છે અને તે કદાચ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામનો વતની હોવાનું જણાઈ આવ્યું છે. હાલ ઉમરપાડાના વાડી ગામે છેલ્લા કેટલા સમયથી રહે છે. અને યુવતી તેજસ્વી નવીનભાઈ ચૌધરી માંગરોળ તાલુકાના બોરિયા ગામની વતની હોવાનું જણાઈ આવ્યું છે. વાંકલ સરકારી કોલેજમાં FY BA માં અભ્યાસ કરે છે. આ બને યુવક યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણની ઘટના બની હોવાનું જણાઈ આવ્યું છે. આ ઘટનાઓનો બનાવ માંગરોળ તાલુકાના વાંકલ ગામની સીમમાં બુખી નદીના પુલ નજીક બન્યો હોવાનું સામે આવ્યું છે. હાલે સુરતની નવી સિવિલ ખાતે સારવાર લઈ રહ્યો છે. આ ઘટના 18 /02/2025 ના રોજ બનવા પામી છે. આ અંજામમાં યુવતીનું મૃત્યુ થયું છે. અને યુવતીના મૃતદેહને માંગરોળની સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે. પોલીસ આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે.
આ ઘટના બનતા આદિવાસી સમાજ અને વિસ્તારો માં વાયુ વેગે વાતો ફેલાઈ રહી છે કે… શું બિન આદિવાસીઓ દ્વારા આદિવાસી વિસ્તારની દીકરીઓને બળાત્કાર કરી પ્રેમજાળમાં ફસાવી મારી નાખવાનું એક ષડ્યંત્ર ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. શું ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી આદિવાસી દીકરીઓ માટે કંઈક કરશે કે પછી ખાલી ખાલી બેટી પઢાવો બેટી બચાવોના સૂત્રો ચોપડે જ રહી જશે.

