ભરૂચ: સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે ભરૂચ જિલ્લાના ખરચી ગામના એક યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચ જિલ્લાના જ નિકોરા ગામ પહોંચ્યો હતો.જ્યાં ગ્રામ્ય પંથકમા પહેલીવાર હેલીકોપ્ટરમાં વરરાજા આવતા લોકો મોટી સંખ્યામાં જોવા ઉમટી પડયા હતા.ગુજરાત રાજ્યમાં ગામડાઓમાં હેલિકોપ્ટરમાં બેસી પરણવા આવવાનો ક્રેઝ વધ્યો છે.ત્યારે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર પોતાના જીવનના આ પ્રસંગને વધુ યાદગાર બનાવવા નવયુગલો અવનવી રીતો અજમાવતા હોય છે.ત્યારે શહેરોમાં લક્ઝયુરિયસ ગાડીઓમાં બેસીને વરરાજા જાન લઇને આવતા હોય છે.તો ક્યાંક ભાતીગળ બળદગાડામાં જાનેયાઓ જોતરાય છે. તો ક્યાંક જાન ટ્રેક્ટર કે ટ્રોલીમાં અથવા તો JCB મશીનમાં વરરાજા નીકળ્યા હોઈ છે.ત્યારે હવે શહેરની સાથે ગામડાંઓ પણ સમૃદ્ધ બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલા ખરચી ગામના સુખદેવ રામાભાઇ વસાવાના પુત્ર અજયકુમારના ગતરોજ થયેલા લગ્નમાં ખરચી આખું ગામ હિલોળે ચઢ્યું હતું
જેનું કારણ હતું કે,અજયકુમાર પોતાના પરિવાર સાથે ભરૂચ તાલુકાના એક નાનકડાં ગામમાં નિકોરા ગામના રામજી ત્રિભોવનભાઈ વસાવાની સુપુત્રી વૈશાલી કુમારી સાથે લગ્ન કરવા હેલિકોપ્ટરથી જાન લઈને આવતાં હેલિકોપ્ટરને જોવા લોકોના ટોળા ઉમટ્યાં હતાં.અજયકુમાર લગ્ન કરીને વૈશાલીને હેલિકોપ્ટરમાં જ પોતાના ઘરે લઈ ગયો હતો. જોકે અહીંયા કોઇ પણ ઘટના ન બને તે માટે ફાયર અને એમ્બ્યુલન્સ સહિતનો પીએડ બંદોબસ્ત સાથે બોડીગાર્ડ પણ રાખવામાં આવ્યો હતો.

