કપરાડા: ગુજરાતનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં ચોમાસામાં 130 ઇંચ વરસાદ પડે છે. પરંતુ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે ડુંગરાળ અને પહાડી વિસ્તાર હોવાથી વરસાદી પાણી વહી જતું રોકવા કપરાડા તાલુકાના ત્રણ ગામ વાડધા ખરેડી અને બાબરખડકમાં કપરાડા ધારાસભ્યના હસ્તે ચેકડેમનું ખાર્તમુહૂર્ત કરાયું હતું.
એવું જાણવા મળ્યું છે કે કપરડાના વિસ્તારમાં ઉનાળામાં પાણીની ઉદ્ભવતી સમસ્યા ધ્યાનમાં લઈ સરકારે કપરાડા તાલુકામાંથી પસાર થતી પાર નદી પર બે ચેકડેમ અને કોલક નદી વાડધા ગામે 1.36 લાખ, ખરેડી પાર નદી કિનારે 2.1 લાખ અને બાબરખડક ગામે 1.98 લાખના ખર્ચે પાર નદી ઉપર એક ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા હતા. જેનું 16 ફેબ્રુઆરીના રોજ કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને દમણગંગા નહેરના કાર્યપાલક ઈજનેર એસ.એસ.પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ખાર્તમુહૂર્ત કરવામાં આવ્યું
પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, આ ડેમ બનતા ખેડૂતોને ફાયદો થશે. જેના થકી કૂવા તેમજ બોર તળિયા ઉચા આવશે અને પાણીની સમસ્યા દૂર થશે જેનો લાભ ખેતી, શાકભાજી, કરતા ખેડૂતોને થશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય ગુલાબ રાઉત, તાલુકા સભ્ય કલાવતી પટેલ ખરેડી સરપંચ હિતેશ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

