વાંસદા: દક્ષિણ ગુજરાતમાં ક્રિકેટનો માહોલ જામ્યો છે ત્યારે આદિવાસી સમાજના યુવાનોમાં એકતા અને કૌશલ્ય વિકાસના મૂળ હેતુ સાથે વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આદિવાસી સમાજ દ્વારા વાંસદા તાલુકા આદિવાસી પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું

વાંસદા તાલુકા આદિવાસી પ્રીમિયર લીગની સીઝન-4 (2025) નું ઉદઘાટન વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંત પટેલ દ્વારા કરવામાં આવ્યું અને Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો મુજબ ધારાસભ્યશ્રી અનંત પટેલ દ્વારા તમામ ટીમના કેપ્ટનને ડૉ બાબા સાહેબએ લખેલ વિશ્વનું શ્રેષ્ટ બંધારણ (સંવિધાન) આપીને એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી અને સાથે યુવાનોને બંધારણમાં આપેલ હકો વિશે જાણી અને જાગૃત રહેવાની વાત કરાઈ.

આ પ્રસંગે મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ રમેશ પટેલ, સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખશ્રી યુસુભ ગામીત, ખાસ હાજર રહ્યા હતા જ્યાં અનેક મહાનુભાવોની પણ હાજરી રહી હતી આયોજન કરનાર ઉનાઈના સરપંચશ્રી મનીષ ભાઇ, ગ્રામપંચાયતના સભ્યશ્રીઓ દ્વારા જે અમારું બહુમાન કર્યું તે બદલ તમામ આયોજક મિત્રોનો આભાર માન્યો હતો.