ધરમપુર: શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજીની ઉપસ્થિતિમાં આગામી 21 મી ફેબ્રુઆરી, 2025 ના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીના ખાતમુહુર્ત કરવાની ઘોષણા થઈ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીના ખાતમુહુર્તમાં શ્રી મનુભાઈ શાહ અને શ્રીમતી રિકાબેન શાહ (યુ.એસ.એ.) ના ઉદાર સહયોગથી આ રૂપાંતરણકારી શૈક્ષણિક અભિયાન, હજારો વિદ્યાર્થીઓને વિકાસ, શિક્ષણ અને સશક્તિકરણની તકો પ્રદાન કરશે. એવું કહેવાય રહ્યું હતું કે આ યુનિવર્સિટી કરંજવેરી ગામમાં આવેલ ગૌચરણમાં બનાવવામાં આવનાર છે એને લઈને ખાસ્સો લોકોનો વિવાદ પણ સામે આવ્યો હતો.. હવે આ યુનિવર્સિટી કયા બનાવશે એ પ્રશ્નને લઈને કુહુતુલ ધરમપુરમાં જોવા મળી રહ્યું છે.
છેલ્લાં એક મહિનાઓથી શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ કરંજવેરી ગામમાં આવેલ ગૌચરણની જમીનને લઈને વિવાદમાં છે અને ગ્રામજનોએ ગ્રામસભામાં ઠરાવ કરી જમીન આપવાની ના ભણી ચૂકયા છે. ગામની ગૌચરણની એક પણ ઈચ જમીન આપવાના નથી એમ લોકો કહી ચૂકયા છે. ત્યારે આ યુનિવર્સિટીનું બાંધકામ કયાં થનાર છે ? એને લઈને સમગ્ર ધરમપુર અને કરંજવેરીના ગામમાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે. ગ્રામજનોમાં આ ગૌચરણ ની જમીનને લઈને શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશન ટ્રસ્ટ પર ખૂબ આક્રોશમાં છે હવે આવનાર સમયમાં આ કેવા દ્રશ્યો ઊભા થશે એ જોવું રસપ્રદ રહશે.

