વલસાડ: ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રવિવારે વલસાડના ને.હા. નં. 48 પર પારડી
પારનેરા ખાતે સ્થિત 188 બેડની અત્યાધુનિક મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ
મેડિકલ સાયન્સ (VIMS)નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

હોસ્પિટલમાં જનરલ મેડિસિન, પિડીયાટ્રીક્સ, ગાયનેકોલોજી, ઓર્થોપેડિક્સ, ઇએનટી અને અન્ય સુવિધાઓ સહિત તબીબી વિશેષતાઓની વિશાળ શ્રેણી પૂરી પાડે છે. વધુમાં, તે કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી, યુરોલોજી, હેમેટોલોજી અને ઓન્કો-સર્જરી જેવા ક્ષેત્રોમાં સુપર-સ્પેશિયાલિટી સેવાઓ પ્રદાન કરશે. અન્ય નોંધપાત્ર સુવિધાઓમાં અલ્પ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓ માટે તૈયાર કરાયેલ કેન્સર કેર યુનિટ, ટ્રોમા સેન્ટર, સ્ટ્રોક યુનિટ, બ્લડ સ્ટોરેજ અને ડાયાબિટીસ સેન્ટરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલની મુખ્ય સુવિધાઓ પૈકી તબીબી, સર્જીકલ, કાર્ડિયાક અને આઇસોલેશન કેસો માટે ૧૨ – બેડના NICU અને આઇસોલેશન ICU સાથે ૩૪ – બેડના ICU જેવા વિશિષ્ટ ઇન્ટેન્સિવ કેર યુનિટ, અદ્યતન ડાયગ્નોસ્ટિક કેથ લેબ, સર્જીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જનરલ ઓપીડી, ઈમરજન્સી રૂમ તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર, મેમોગ્રાફી, ડિજિટલ એક્સ-રે, સીટી સ્કેન અને એમ આર આઈ સુવિધાઓ સાથે રેડિયોલોજી વિભાગની પણ મુલાકાત લીધી હતી.

આ ઉદ્ઘાટન સમારોહમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here