રાજપીપળા: રાજપીપળા આદિવાસી સમાજના બાળકોને હાથમાં ભોરિયા અને કાનમાં બાલિયાથી આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથી હાથમાં બે કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ તરફ પ્રગતિશીલ બનાવવા જોઇએ તેમ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે નર્મદા જિલ્લાના ટીંબાપાડા ખાતે આયોજીત કાર્યક્રમમાં કહ્યું. ઇનરેકા સંસ્થાન સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડીકલ કોલેજનું મંત્રી તથા ભરૂચના સાંસદ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
Decision news ને મળેલી માહિતી મુજબ રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ દેડિયાપાડાની ભૂમિ પરથી કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ યજ્ઞની જ્યોત પ્રગટાવી હતી. જેના પરિણામો આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આધુનિક ટેકનલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પરિવર્તનો આવ્યાં છે. તેના પરિણામે દેશમાં ઘણાં લાંબા સમય પછી નવી શિક્ષણ નીતિ-2020ની આપણને ભેટ મળી છે. આ નવી શિક્ષણ નીતિમાં મનુષ્ય ઘડતરના 9 મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે. આદિવાસીના અધિકારોમાં ખૂટતી કડી પૂરવા માટે પણ સરકાર સતત પ્રયત્નશીલ છે.
આપણી આદિજાતિ સંસ્કૃતિના જતન સાથે આદિવાસી સમાજનાબાળકોને હાથમાં ભોરિયા, અને કાનમાં બાલિયાથી એક કદમ આગળ વધી ઉચ્ચ શિક્ષણના માધ્યમથીહાથમાં કલમ, અને કાનમાં સ્ટેથોસ્કોપની દિશામાં પ્રગતિશીલ બની પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવા આહવાન કર્યું હતું. હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લાના શિક્ષણ ક્ષેત્રેઆવેલા પરિવર્તન થકી આજે જિલ્લો વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આપણાજિલ્લાને મોટી ભેટ મળી છે, જેના કારણે જિલ્લાઓ પ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં નામના મેળવી છે અને તેના થકીસ્થાનિક આદિવાસી સમાજના યુવક-યુવતીઓને ઘર આંગણે રોજગારી માટેની નવી તકો ઊભી થઈ છે.