નસવાડી: રામ ભરોશે નહીં.. એક શિક્ષક ભરોશે ચાલતી નસવાડીના ગોયાવાંટની 6 ધોરણના 170 વિદ્યાર્થીઓની શાળા.. ચોંકી ગયાને.. નસવાડી તાલુકાની ગોયાવાંટ પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક ન 170થી વધુ વિધાર્થીઓને છ વર્ગખંડ એક શિક્ષક ચલાવે છે.
ત્રણ શિક્ષકો ઉત્તરાયણની રજામાં ગયા છે તે ગયા પરત આવ્યા નથી. એક શિક્ષકને નજીકની શાળામાં કામગીરી ગયા વિદ્યાર્થીઓ એકમેકને સાચવે છે શિક્ષકો રજા ઉપર જાય ત્યારે રજા મંજૂર કરે ત્યારે શાળાની સ્થિતિનું નિરીક્ષણ શાળાના આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરવાનું હોય છે. બાળકોનો અભ્યાસ બગડતો હોવા છતાંય શાળાના શિક્ષકને બીજી શાળામાં મોકલતા પહેલા અધિકારીઓએ ધ્યાન રાખવું સમજ ન હોય.
નસવાડી પ્રાથમિક શાળાઓમાં આવા અંધેર વહીવટથી શિક્ષણ વિભાગનું તંત્ર ચાલી રહ્યું છે. વિધાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવું પડે છે. આ બાબતને લઈને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપે અને કામચોર શિક્ષકો પર લાલ આંખ કરે એ જરૂરી બન્યું છે.

