વાંસદા: ગતરોજ પ્રાઇમરિ સ્કૂલ ચોંઢા , વાંસદા ખાતે, લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના સહકાર અને અગસ્ત્ય ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત, સાયન્સ ઓન વ્હીલ ટીમ અને શાળાના આચાર્યશ્રી શિક્ષકો દ્વારા વાંસદા તાલુકાના બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે નવા વિચારો કેળવાય અને તેમનામાં આત્મવિશ્વાસ વધે તે ઉદ્દેશ થી અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા લો કોસ્ટ મોડેલ આધારિત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ લો કોસ્ટ મોડેલ આધારિત વિજ્ઞાન મેળાનું આયોજન થયું જેમાં 26 જેટલા લો કોસ્ટ મોડેલ અને 5જેટલાં અગસ્ત્યના મોડેલ રજુ કરવામા આવ્યા હતા.મોડેલની સમજૂતી માટે 62 જેટલા young Instructor રાખવાં આવ્યા હતા. શાળાના ધોરણ 6 થી 8 નાં વિદ્યાર્થીઓએ મોડેલ વિશેની રસપ્રદ માહિતી આપી હતી. આ વિજ્ઞાનમેળામાં ડૉ. મણીભાઈ દેસાઈ હાઈસ્કુલના પ્રમુખશ્રી સીતારામભાઇ, ડૉ મણીભાઈ દેસાઈ હાઈસ્કુલ ચોંઢાના મેનેજમેન્ટ શ્રી વિકાસભાઈ, ચોંઢા ગામના દૂધ ઉત્પાદક મંત્રી શ્રી રાયસીંગભાઇ, અગસ્ત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના શ્રી મેહુલભાઈ થોરત તેમજ શાળાના આચાર્ય શ્રી મનોજભાઈ પવાર મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા.
પ્રાઇમરી સ્કૂલ કામળઝરી ( 54) બાળકો ડૉ. મણીભાઈ દેસાઈ હાઈસ્કુલ ચોંઢાના (155) ના બાળકો તેમજ શાળાના ( 295) બાળકો, અને 14 શિક્ષકોએ તેમજ 18 વાલીઓ આ વિજ્ઞાન મેળાની મુલાકાત લીધી હતી. આમ કુલ( 504) જેટલા બાળકોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમને અંતે અગસ્ત્ય ફાઉન્ડેશન દ્વારા ભાગ લીધેલ ધોરણ-6 થી 8 ના તમામ વિદ્યાર્થિઓને સર્ટિફિકેટ તેમજ સારી મોડેલ રજુઆત કરનારને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતુ.

