ધરમપુર-કપરાડા: વર્તમાન સમયમાં ધરમપુર- કપરાડા તાલુકાનાં 200 થી વધુ ગામોમાં ઈંટના ભઠ્ઠા અવૈધ રીતે આગેવાનો, અધિકારીઓ અને નેતાઓના માલિકો પર પીઢ પર હાથ હોવાના લીધે અવિરત ધમધમી રહ્યા છે. એના માટે એટલું કહી શકાય આભ ફાટેલું હોય તો ક્યાં થીગડું મારવું ! બંને તાલુકાનું કોઈ જ ગામ બાકી નથી એમ કહી શકાય..
ખેડૂતોને, તેમના પરિવાર અને આજના નવ યુવાનોને ખબર નથી કે આપણી મહામૂલી જમીનનું ઉપલું ત્રણ ફૂટનું લેયર આના ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછીની જમીન ફળદ્રુપ નથી પણ બે પૈસાની લ્હાયમાં મોટા ભાગે 1200 થી વધુ ઇંટોના ભઠ્ઠાઓ 73-A એ વાળી જગ્યામાં અનલીગલ દિવસ રાત ધુમાડો ઓકે છે.
આવનારા દિવસોમાં કેન્સરની બિમારીમાં અહીં પંજાબ જેવી સ્થિતિ થશે. સ્વાસ્થ્ય સાથે ભયંકર ચેડાં થઈ રહ્યાં છે.પણ કોણ જોવા વાળું છે? ને કોને પડી છે? માણસે તો પૈસા કમાવવા છે, કોઈ પણ ભોગે ! વિકાસની ગાડી અહીં પૂરપાટ દોડે છે, જીવનનાં હર સ્ટેશને ધુમાડો છે, પણ બધા મારું મારું માં વ્યસ્ત છે, કોને પડી છે ? નિરાકરણ છે પણ સરકારી તંત્ર જાગ્રત નથી થતું.. રાજકીય ઈચ્છાશક્તિ નથી, લોકજાગૃતિમાં જાગૃતતા નથી, સામાજિક સંગઠનો જવા દો ને.. કોણ મગજ મારી કરે.. ની ભાષા બોલે છે.. મીડિયા નેતાના પ્રચાર પ્રસાર અને ગુણગાન ગાવામાં વ્યસ્ત છે.. કોણ બચાવશે આ આદિવાસી વિસ્તારોમાં ‘ઈટના ભઠ્ઠા રૂપી જીવતાં બોંબથી આદિવાસી ન્યુ જનરેશનને અને જમીનને..