ધરમપુર: આદિવાસી સમાજમાં તહેવારોની ઉજવણી પરંપરાગત ખેતી, આદિવાસી સમાજના વિવિધ જ્ઞાતિ મંડળોમાં ભાષા બોલી બોલવાની લય તેમજ સંસ્કૃતિ વિષે આવનાર નવી પેઢીમાં સમજ વિક્ષે એવા આશય સાથે આદિવાસી કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવ્યું છે.

Decision News ને મળેલી માહિતી મુજબ આદિવાસી સમાજમાં તહેવારોની ઉજવણી પરંપરાગત ખેતી આધારિત હોય છે. જેથી આદિવાસી સમાજના વિવિધ જ્ઞાતિ મંડળોમાં ભાષા બોલી બોલવાની લય તેમજ સંસ્કૃતિ બધામાં એક જ સરખી આવે છે. પરંતુ બારગામની બોલી બદલાવ તેમ થોડી-થોડી બોલી બદલાય છે. પરંતુ લય બધાનો સરખો જ હોય છે. પરિણામે આપણા તહેવારો આધુનિક જમાનામાં નવી પેઢીઓ જૂની પરંપરાગત સંસ્કૃતિ આદિવાસીઓની ભૂલાતી જાય છે. જેથી આ માહિતી નવી પેઢીમાં જાગૃતિ આવે, તહેવારો તેમજ સંસ્કૃતિની જાણકારી રહે તે હેતુ સબબ આ વખતે કોંકણી સમાજના કેલેન્ડરમાં દેવી-દેવતાઓની વિધિ તેમજ આપણા શહીદ થયેલા (ભગવાન) ની માહિતી કેલેન્ડરમાં મૂકવામાં આવેલ છે. સાથે આપણા લુપ્ત થતી વાજીંત્રોની સંસ્કૃતિ જાળવવા કેલેન્ડરમાં છાપી લોકો સુધી આદિવાસી સંસ્કૃતિનું જતન સાથે જન-જાગૃતિ કરવાનો પ્રયત્ન કરેલ છે.

આપણા સમસ્ત આદિવાસી સમાજમાં કેલેન્ડરોમાં તારીખ સાથે આપણા કયા કવા આદિવાસી તહેવારો આવે છે તે માસમાં કેલેન્ડરમાં તારીખ સાથે તહેવારોના કેલેન્ડરમાં પ્રદર્શિત કરી નવી પેઢીઓને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવેલ છે.