સુરત: સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્ય જોવા મળે છે. પીએસઆઇએ ફીરકી પકડી હતી, જ્યારે પીઆઇ પતંગ મુકાવતા મનોદિવ્યાંગ કિશોરીનો પતંગ સરર કરીને આકાશમાં ઉડી ગયો હતો. કાપ્રોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોવા મળ્યો હતો.

Decision News ને મળતી માહિતી મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ એમ. આર. સોલંકીએ  જણાવ્યું હતું કે, કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા. દિવ્યાંગોના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી હતી.

વધુમાં જણાવ્યું હતું કે, આપણે બધા વર્ષ દરમિયાન આવતા તમામ વાર તહેવારો ઉજવતા હોઈએ છીએ. જોકે આ દિવ્યાંગ બાળકોને આ ઉજવણી કરવાની ખુશી મળતી નથી. જેથી કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે જ ઉત્તરાયણની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here