નવસારી: નવસારીમાં આખલા યુદ્ધના કારણે તીઘરામાં ફૂલની લારી તૂટી, ગરીબ વેપારી પરિવાર મુશ્કેલીમાં મુકાયો. છેલ્લા અનેક વર્ષોથી નવસારી શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાસ થયા છે. છાસવારે રખડતા ઢોર રાહદારીઓને અડફેટે લઈ તેમને ઘાયલ કરી નાખે છે.કેટલાક બનાવવામાં રાહદારીઓના મોત પણ થયા છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ત્યારે ફરીવાર આખલા યુદ્ધથી લારી તૂટી જતા માંડમાંડ સાંજે છેડા ભેગા કરતા ગરીબ વેપારી પરિવારને આખલા યુદ્ધને કારણે મુશ્કેલીમાં મુકાયા છે. તીઘરા વિસ્તારમાં ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. બે આખલાએ રસ્તો રોકી યુદ્ધ શરૂ કર્યું હતું, તેમાં તેઓ લડતા લડતા એક ગરીબ પરિવારની ફૂલની લારી સાથે ભટકાયા હતા. જેમાં લારીને નુકસાન થયું હતું.
ઘટના બાદ વેપારી દ્વારા રોડ પર વિખરાયેલા તેમના સામાનને ભેગા કર્યા હતા. નવસારી જ્યારે મહાનગરપાલિકા બન્યું છે,ત્યારે રખડતા ઢોરની સમસ્યા વહેલી તકે હલ થાય તેવી માંગ અને લાગણી શહેરીજનો રાખી રહ્યા છે. શહેરને અડીને આવેલા પાંજરાપોળમાં ઢોરને રાખવાની પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે પાલિકા માત્ર એકલ દોકલ ઢોરને પકડી મોટી કામગીરી કર્યાનો સંતોષ માને છે, પરંતુ હવે શહેર મહાનગરપાલિકા બનતા રખડતા ઢોરને લઈને કોઈ નક્કર કામગીરી કરવાની રાહ શહેરીજોનો જોઈ રહ્યા.